દુખદ : મશહૂર અભિનેત્રીનું થયુ નિધન, દીકરાએ કહ્યું આ બીમારીઓથી પીડિત હતી માતા

મનોરંજન જગતથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતી અભિનેત્રી જયંતીનું નિધન થઇ ગયુ છે. તેમણે 100થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. જયંતીના દીકરા કૃષ્ણ કુમારે અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરી છે. તે ઉંમર સંબંધિત અનેક સમસ્યાઓથી પરેશાન હતા અને તેમણે ઘરે ઊંઘમાં જ તેમના જીવનના અંતિમ શ્વાસ લીધા.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2018માં તેમના નિધનની અફવા ઉડી હતી અને ત્યારે તેમણે સામે આવીને હકિકત પણ જણાવી હતી. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1945ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેમણે તેમના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી અને તેમણે અભિનય, પ્રોડ્કશન અને ગાયિકીમાં હાથ અજમાવ્યો છે આ એક્ટ્રેસ વધુ ઉંમરને લીધે બીમારીને લીધે પરેશાન હતી, ઘરમાં સુતા સુતા જ છેલ્લા શ્વાસ લીધા છે. .

60થી 80ના દાયકાની ખૂબ જ ખૂબસુરત અને મશહૂર અદાકારામાંના એક જયંતીએ જેમિની ગણેશન, MGR અને જયલલિતા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે.  તેમણે ત્રણ બોલિવુડ ફિલ્મો તીન બહુરાનિયા, તુમસે અચ્છા કોન હે અને ગુંડામાં કામ કર્યુ છે. તેમણે મલયાલમ, તેલુગુ અને તમિલ સહિત અનેક ભાષાઓમાં 100 ફિલ્મો કરી છે. તેમને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અભિનય શારદે ઉપાધિથી સમ્માનિત કર્યા હતા.

Shah Jina