આ મહિલાએ એક ટિફિનથી શરૂ કરી હતી સર્વિસ, આજે તેમના ટિફિન માટે લાગે છે લાંબી લાઇનો, મહિને કરે છે આટલા રૂપિયાની કમાણી

આજની બેસ્ટ સ્ટોરી: પાડોશીને જમવાનું મોકલ્યું અને ટિફિન સર્વિસ શરૂ કરવાનો જોરદાર વિચાર આવ્યો

જીવનમાં ઘણીવાર અનેક વખત એવો વળાંક આવતો હોય છે કે તમારુ જીવન બદલાઇ જાય અને આપણે એ વસ્તુની કલ્પના પણ કરી હોતી નથી. આવી જે ઘટના બને તે જીવનમાં નિર્ણાયક બની જતી હોય છે આવી જ ઘટના દિલ્હીની ગૃહિણી સાથે બની છે જેમનું નામ જિનિષા જૈન છે.

પહેલાથી જિનિષાને અલગ અલગ વ્યંજન બનાવવાનો શોખ હતો અને તેમણે એકવાર પાડોશીના જરૂર હોવા પર ટિફિન સર્વિસની સેવા પૂરી પાડી હતી.તેનું માનવું છે કે, જરૂર પડે પાડોષીના કામમાં આવું સારુ… પડોશીના ઘરમાં બધાને જિનિષાનું ટિફિન ઘણુ ભાવ્યું અને તેમણે જિનિષાને આ બિઝનેસ શરું કરવા માટે પ્રેરણા આપી.

જિનિષાએ વર્ષ 2018માં શરૂઆત કરી હતી, તેને રોજના અત્યારે 100થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. તેમના આ બિઝનેસમાં પતિ અને બાળકો પણ મદદ કરે છે.

આજે આખા દિલ્હી-એનસીઆરમાં તેમનુ જાયકા ટિફિન સર્વિસ’ જાણીતુ છે. 3 લાખ રૂપિયા દર મહિને તેમને નફો થઈ રહ્યો છે. આ સાથે જ જિનિષા કેટરિંગનું પણ કામ કરી રહ્યાં છે. શહેરની બહાર ટિફિન સર્વિસની ડિલિવરી માટે ઝોમેટો સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જિનિષા કહે છે, મેં જે ભોજન પડોશણને ત્યાં મોકલ્યું હતું.

પાડોશીના ઘરે તેમનું જમવાનું બધાને ખૂબ પસંદ આવ્યું અને તેમણે ટિફિન સર્વિસ શરૂ કરવાની સલાહ આપી. એ સમયે મે કંઇ પણ આ બિઝનેસ વિશે વિચાર્યું નહોતું, પણ તેમની સલાહ બાદ મેં પોતાના ઘરમાં વાત કરી અને પછી શરૂ થયો ટિફિન સર્વિસનો ધંધો.

તેઓ કહે છે, ‘મેં આ કારોબાર પૈસા કરતાં વધુ પેશન માટે શરૂ કર્યો છે.’ ધીરે ધીરે કોમ્પ્લેક્સમાં અન્ય લોકોને પણ જાણ થઈ. થોડા મહિના પછી બીજા કોમ્પ્લેક્સમાંથી પણ ડિમાન્ડ આવવા લાગી. તેઓ કહે છે, ‘જ્યાં પણ હું ભોજન બનાવીને મોકલું ત્યાંથી સારો રિસ્પોન્સ મળતો હતો.’

જિનિષાને બે બાળકો છે. તે કહે છે કે, ટિફિન સર્વિસ શરૂ કર્યાના પહેલા 6 મહિના સુધી તેઓ બધુ જાતે કરતા અને જેમ જેમ તે  બધું હું પોતે જ કરતી હતી. એ પછી જેમ જેમ ઓર્ડર વધવા લાગ્યા તો ભોજન બનાવવામાં પતિ અને બાળકોએ હેલ્પ કરવાનું શરૂ કર્યું. જિનિષાએ ડિલિવરી માટે બે માણસ પણ હાયર કર્યા છે.

તેમના એક ટિફિનની કિંમત રૂપિયા  130 છે. આ ટિફિનમાં સલાડ અને ચટણી, દાળ અને ભાત, બે શાક, રોટલી, રાયતું, સ્વીટ્સ, હોય છે, તેમના બ્રેકફાસ્ટ ટિફિનની કિંમત રૂપિયા 50-70 છે.

Image Source

જિનિષાનું કહેવુ છે કે કોઇ કામ નાનું નથી હોતુ, આ સાથે જ કોઈપણ કામ શરૂ કર્યા પછી એને સમય આપવો જોઈએ. તેમણે કહ્યું કે ટિફિન સર્વિસના ધંધામાં નફો કેટલીકવાર કારોબાર શરૂ કરવાના બીજા મહિનાથી થવા લાગે છે તો ઘણીવાર છ મહિના સુધી કોઈ નફો થતો નથી, એવામાં હિંમત ન હારવી જોઈએ. મેં જ્યારે જાયકા ટિફિનનું કામ શરૂ કર્યું હતું, ત્યારે મને વધુ નફો થતો ન હતો. લગભગ છ મહિના પછી નફો શરૂ થયો હતો.

Shah Jina