‘મોહ માયા ત્યાગી દો…’ કથાવાચક જયા કિશોરીના લાખોના હૈંડબેગ જોઇને લોકો કરવા લાગ્યા આવી વાતો…જુઓ વીડિયો

કથાવાચક જયા કિશોરી પાસે છે 2 લાખનું કિંમતી બેગ, ગુસ્સે ભરાયેલા યુઝર્સ બોલ્યા- આપે છે મોહ-માયા છોડવાનું પ્રવચન

જયા કિશોરી એક પ્રખ્યાત કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર છે, જેના વીડિયો અવાર નવાર લોકો વચ્ચે વાયરલ થાય છે. લોકો તેમના શબ્દો સાંભળવા અને તેમની પાસેથી શીખવાનું પસંદ કરે છે. રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢમાં જન્મેલ પ્રખ્યાત કથાવાચક જયા કિશોરીએ 6 વર્ષની ઉંમરે આધ્યાત્મિકતાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે ઘણીવાર લોકોને ભગવાનમાં શ્રદ્ધા રાખવા અને ભ્રમથી દૂર રહેવાની સલાહ આપે છે.

જો કે આ દિવસોમાં એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે એરપોર્ટનો છે, જેમાં જયા કિશોરી ટ્રોલી બેગ લઈને ક્યાંક જતી જોવા મળી રહી છે. આ ટ્રોલીની ઉપર એક કેરી બેગ મૂકવામાં આવી છે, જે લક્ઝરી ફેશન બ્રાન્ડ christian dior ની છે.

જો કિંમતની વાત કરીએ તો આ બેગની કિંમત 2 લાખ 10 હજાર રૂપિયા આસપાસ છે. જ્યારે લોકો આ બેગને જોતા હતા, ત્યારે તેમને મોહની રેખા યાદ આવવા લાગી હતી. તમે જોઈ શકો છો કે જયા કિશોરી ટ્રોલી બેગ લઈને ક્યાંક જતી જોવા મળી રહી છે, પરંતુ અહીં યુઝર્સની નજર તે christian dior બેગ પર છે જે જોયા બાદ યુઝર્સ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.

યુઝર્સનું કહેવું છે કે લોકોને મોહ માયાથી દૂર રહેવાની સલાહ આપનારી જયા કિશોરી વિદેશી બ્રાન્ડની આટલી મોંઘી બેગ કેમ લઈ રહી છે. આ વીડિયો @yadavendra88 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Shah Jina