પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નની વાત પર આ શું કહી ગઇ જયા કિશોરી, સાંભળી બધા ચોંકી ગયા…

જયા કિશોરી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે? ભક્તો જરૂર વાંચે….

Jaya Kishori on Marriage With Dhirendra Shastri : મોટિવેશનલ સ્પીકર, કથાવાચક જયા કિશોરી અને બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્નની અફવાઓ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

લોકોના રસનો આ વિષય સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે કેટલાક લોકો એવું માનીને બેસી ગયા છે કે જયા કિશોરી અને ધીરેન્દ્ર શાસ્ત્રી લગ્નના બંધનમાં બંધાશે. પણ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ અફવાઓ પર બ્રેક લગાવતા કહ્યું કે એવું કંઈ નથી,

તેઓ તેમના માતા-પિતાની પસંદગીની અને સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન કરશે. બીજી તરફ જયા કિશોરીએ તાજેતરમાં એવું નિવેદન આપ્યુ કે બધા ચોંકી ગયા. જયા કિશોરી કહે છે કે હું લગ્ન કરીશ, બિલકુલ કરીશ એવું નથી કે આધ્યાત્મ સાથે જોડાયેલી છું તો લગ્ન નહિ કરુ.

જ્યારે જયા કિશોરીને પૂછવામાં આવ્યું કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ તમારા નામ સાથે જોડવામાં આવી રહ્યુ છે, તમારા અને ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્નની વાતો કહેવામાં આવી રહી છે તો આમાં કેટલી સચ્ચાઇ છે ? ત્યારે આ સવાલના જવાબમાં જયા કિશોરીએ પોતાના જવાબથી બધાને વિચારવા મજબૂર કરી દીધા હતા.

જયા કિશોરીએ કહ્યું કે- તે બિલકુલ સાચું નથી. મેં થોડા સમય પહેલા કેટલાક પત્રકારો સાથે વાત કરી હતી, જ્યારે આ વાતનો ઘણો પ્રચાર થયો હતો. મને ખબર નથી કે તે કેવી રીતે બન્યું કારણ કે હું તેને ક્યારેય મળી નથી.

મેં તેમને ક્યારેય જોયા પણ નથી. તેમના વિશે આટલું ક્યારેય જાણતી નથી. જો તમે સવારે ઉઠતાની સાથે જ અચાનક તમને તમારા વિશે આવા સમાચાર મળે અને આ બધી બાબતો સત્ય જાણ્યા વિના થાય, તો તમને ખરાબ લાગે છે.’ જયા કિશોરીએ વધુમાં કહ્યું કે ‘આવી અફવા ફેલાવવી ખોટી છે. મને એ વાતની ખુશી-હસી છે કે આ બધુ નેચરલ છે, ઇગ્નોર જેવું નથી ચાલતુ, આ બંધ થવું જોઇએ.

કારણ કે હું આધ્યાત્મિકતા સાથે વધુ જોડાયેલી છું, કદાચ મને માનસિક રીતે એટલી અસર ન થાય, પરંતુ જો તે એક સામાન્ય છોકરી છે, તો ફરક પડશે. જ્યારે હું લગ્ન કરીશ, તો બિલકુલ કહીશ. તે છુપાવવામાં આવશે નહીં, કારણ કે તે છુપાવવાની બાબત નથી. પણ હાલ એવું કંઈ નથી, અત્યારે બહુ કામ છે. જયા કિશોરીએ કહ્યુ કે જો મારા લગ્ન થશે તો મારી ચેનલ દ્વારા બધાને આ વાતની જાણ થઇ જશે.

Shah Jina