Fact Check: શું કથાવાચક જયા કિશોરી કરવા લાગી મોડલિંગ ? જાણો હકિકત

કથાવાચક જયા કિશોરીની મોડલિંગવાળી તસવીર આવી સામે, ફોટાનું સત્ય જાણી લાગશે ઝટકો, જુઓ

કથાવાચક જયા કિશોરી આજકાલ સમાચારોમાં છે. હાલમાં જ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર તેના મોડલિંગ સમયની છે. કથાવાચક જયા કિશોરીનો આ ફોટો શેર કરતા KRK ઉર્ફે કમાલ ખાને લખ્યું, ‘આ એ સમયનો ફોટો છે જ્યારે મેડમ ફિલ્મી દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કરવા માગતી હતી! પછી મેડમ સમજી ગયા કે બાબા બનવું એ સૌથી સહેલું કામ છે !

KRK સિવાય એક એક્સ યુઝરે પણ જયા કિશોરીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું- આ છે કથાવાચક જયા કિશોરી, રાજપૂત સમાજે આવા દંભીઓથી દૂર રહેવું જોઈએ. જો કે આ વાયરલ તસવીરની તપાસ કરી તો વાસ્તવિક સત્ય સામે આવ્યું. તેની પ્રોફાઈલમાં જયા કિશોરીની આવી કોઈ તસવીર નહોતી. ત્યારબાદ આ તસવીરને ઝૂમ કરી ધ્યાનથી જોયા પછી આ તસવીરમાં દેખાતી જયા કિશોરીના એક હાથમાં છ આંગળીઓ છે,

જ્યારે વાસ્તવમાં તેના બંને હાથ પર પાંચ-પાંચ આંગળીઓ છે. તેની સાથે જ તેના ગળામાં માળા પણ હવામાં લટકતી જોવા મળી રહી છે. જે બાદ આ તસવીર Sightengine.com પર અપલોડ કરવામાં આવી હતી, જેના પરિણામ અનુસાર આ તસવીર 99 ટકા AI દ્વારા જનરેટ કરવામાં આવી છે. કેટલાક યુઝર્સ આ તસવીરને સાચી માનીને શેર કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ આ તસવીરની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાજેતરમાં જ કથાવાચક તેના DIOR બેગને લઈને વિવાદોમાં ફસાઈ ગઇ હતી. તેનો એક એરપોર્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેના સામાન અને પર્સ સાથે એક લક્ઝરી બ્રાન્ડની કસ્ટમાઈઝ્ડ બેગ પણ જોવા મળી હતી. જે પછી મોટિવેશનલ સ્પીકરને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

Shah Jina