કયારેક કયારેક જીવનના ખરાબ વસ્તુ થાય તો જયા કિશોરી શું કહે છે, જાણો

તમારી જિંદગીમાં કોઈ દિવસ ખરાબ થયું છે? તો આ જરૂર વાંચજો

જયા કિશોરીને આજે કોઇ ઓળખની જરૂર નથી. લગભગ 23 વર્ષની ઉંમરમાં જ તેમણે ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. સાધ્વી જયા કિશોરીએ પોતાને એક સફળ મોટિવેશનલ સ્પીકર તરીકે સ્થાપિત કરી લીધી છે.

તે ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી મોટિવેશનલ્સ કોટ્સ શેર કરતી રહે છે. તો ચાલો આજે તેમના કેટલાક કોટ્સ પર નજર નાખીએ.

1.અનુશાસન તમારા સપનાને હકીકતમાં બદલવાનું કામ કરી શકે છે.

2.જો તમારી અંદર વિનમ્રતા નથી તો તમારુ બધુ જ્ઞાન વ્યર્થ છે.

3.ભૂલને ભૂલી જવી એ જ સમજદારી છે.

4.તમે તમારી આસપાસની દુનિયાને કયારેય કંટ્રોલ નથી કરી શકતા પરંતુ તમારી અંદર જે દુનિયા છે તેના પર તો તમારુ નિયંત્રણ છે.

5.વિનમ્ર હોવાનો મતલબ એ નથી કે તમે તમારી જ કિંમત ભૂલી જાઓ.

6.એક જવાબદાર વ્યક્તિ હોય સમસ્યાઓનું સમાધાન શોધી લે છે, તે કોઇને બ્લેમ નથી કરતો.

7.જીવનમાં આગળ વધવા માટે ધૈર્ય, નિરંતરતા અને શાંત મનોસ્થિતિ ઘણી જરૂરી હોય છે.

8.કયારેક કયારેક જીવનના ખરાબ અકસ્માત આપણને સાચા રસ્તા પર લાવી દે છે.

Shah Jina