મનોરંજન

લોકડાઉનમાં આ હિરોઈને કરાવી દીધું પોતાનું મુંડન, વીડિયો માં જુઓ કેવી રીતે કાઢ્યા એક એક વાળ

લોકડાઉનના કારણે સામાન્ય માણસથી લઈને સેલેબ્રીટી જયારે પોતાના ઘરમાં જ કેદ છે ત્યારે સેલેબ્રીટી પોતાના ઘરમાં રહીને પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે, પોતાના ચાહકોને ઘરમાં રહેવા આપીલ કરે છે તો ઘણા સારા કામ કરવા માટે પણ પ્રેરણાઓ આપે છે. ઘણા ટીવી કલાકારો તેમના ચાહકો માટે પ્રેરણા બની રહ્યા છે, એવા જ એક ટીવી ધારાવાહિક “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી”ની અભિનેત્રી પાયલ એટલે કે જયા ભટ્ટાચાર્યએ કર્યું છે, તેમને થોડા વિડીયો પોસ્ટ કર્યા છે અને ચાહકોનું દિલ જીતી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on

જયા ખુબ જ સૌંદર્ય અભિનેત્રી છે પણ તેને પોતાની સુંદરતાની પર્વ કાર્ય વગર એક ખુબ જ મોટું કાર્ય કર્યું છે, તેને પોતાના વાળ કેન્સરના દર્દીઓને દાનમાં આપી દેવાનું નક્કી કર્યું છે, જયાના આ કામની પ્રસંશા તેના ચાહકો ખુબ જ કરી રહ્યા છે. અને ઘણા ચાહકોનું દિલ પણ તેને આ કામ દ્વારા જીતી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on

એક અભિનેત્રી માટે  તેનો દેખવા સૌથી મહત્વનો હોય છે, પરંતુ અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ પોતાના દેખાવની સહેજ પણ પરવા કર્યા વગર આ મહત્વનું કાર્ય કર્યું છે. તે આ ઉમદા કાર્ય કરીને કેન્સરથી પીડિત લોકો માટે આગળ આવી છે. અને આ કામ કરવા માટે જયાએ માત્ર તેના વાળ કપાવ્યા નથી, તેને પોતાના બધા વાળ કઢાવીને મુંડન જ કરાવી નાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on

આ માહિતી જયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા વિડીયો પોસ્ટ કરીને આપી હતી, આ વિડીયો સાથે તેને એમ પણ લખ્યું હતું કે: “સરપ્રાઈઝ, હું આ ઘણા વર્ષોથી કરવા માંગતી હતી, પરંતુ આમ કરવા માટે જરૂરી મોટિવેશનના મળ્યું, હવે માથાનું મુંડન કરાવ્યા બાદ સારી રીતે કામ કરી શકીશ.”

 

View this post on Instagram

 

A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on

આ વિડીયોમાં જયા જણાવે છે કે તેના પરિવારજનો ઇચ્છતા હતા કે તે લાંબા વાળ રાખે, કોઈપણ તેના આ નિર્ણયથી ખુશ નહોતો, કારણ કે ઇન્ડ્રસ્ટ્રીઝમાં અભિનયની સાર્થે દેખાવ પણ જરૂરી છે. પોતાના વાળ વિશે જણાવતા જયા કહે છે કે આ વાળને હું સાચવીને રાખીશ અને આને કેન્સર પીડિતો માટે વિગ બનાવવા માટે દાન કરીશ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.