મનોરંજન

જયારે શાહરુખ ખાનને થપ્પડ મારવા માગતી હતી જયાં બચ્ચન, વહુ ઐશ્વર્યા રાઈ પર કરી નાખી હતી આવી કમેન્ટ

આજે એટલે કે 2-નવેમ્બરના રોજ બોલીવુડના કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરુખ ખાનનો જન્મદિવસ છે. 1965 ના વર્ષમાં જન્મેલા 54 વર્ષના કિંગ ખાન આજે પોતાના જન્મદિસવની ઉજવણી કરશે. ઇન્ડસ્ટ્રીમાં દરેક કોઈ શાહરુખ ખાનને પસંદ કરે છે અને તેને માન-સન્માન પણ આપે છે, પણ અભિનેત્રી જયાં બચ્ચન એક સમયે શાહરુખ ખાનને થપ્પડ મારવા માગતી હતી. આ વાતનો ખુલાસો જયા બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

શાહરુખ ખાન અને અભિનેત્રી ઐશ્વર્યા રાઈએ એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેમાં જોશ, દેવદાસ, મોહબ્બતે જેવી ફિલ્મો શામિલ છે. એક સમયે અભિનેતા સલમાન ખાન ઐશના દીવાના હતા માટે તે સમયે જયારે ઐશ્વર્યા શાહરુખ સાથે કામ કરતી હતી તે સલમાન ખાનને પસંદ ન હતું.

Image Source

જેને લીધે સલમાન ખાને શૂટિંગ સેટ પર જઈને શાહરુખ ખાનને ઘણું સાચું-ખોટું સંભળાવ્યું હતું. જેને લીધે ઐશને પણ ફિલ્મ છોડી દેવી પડી હતી. શાહરૂખે ઐશ્વર્યા રાઈ માટે પણ ઘણી સાચી-ખોટી વાતો બોલી નાખી હતી.

 

View this post on Instagram

 

🌷💝🌟

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

તે સમય સુધીમાં ઐશના લગ્ન અભિષેક બચ્ચન સાથે થઇ ચુક્યા હતા. શાહરૂખનું આવું નિવેદન સાંભળીને જયાં બચ્ચન નારાજ થઈ ગઈ હતી અને તેણે શાહરૂખને થપ્પડ મારવાની વાત કહી દીધી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી.

Image Source

જયાં બચ્ચને તે સમયે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હા હું આવું કરી શકું તેમ હતી. જો કે મને હજી સુધી તેની સાથે વાત કરવાનો મૌકો નથી મળ્યો. આ વિવાદ વિશે હું તેની સાથે જલ્દી જ વાત કરવાની છું. હું તેને થપ્પડ મારી દેત જેવી રીતે હું મારા દીકરાને મારું છું.”

Image Source

જયાં બચ્ચને ‘હેપ્પી ન્યુ ઈયર’ ફિલ્મના રીલિઝ પછી પણ શાહરુખ ખાનને નિશાનો બનાવ્યો હતો. જયાજીએ કહ્યું હતું કે,”આ એદકમ બકવાસ ફિલ્મ છે. જો આ ફિલ્મમાં તેના દીકરા અભિષેક બચ્ચન ન હોત તો પોતે આ ફિલ્મ ક્યારેય ન જોત.”

Image Source

જો કે જયાં બચ્ચનની આવી વાત પર શાહરૂખે પણ જવાબ આપતા કહ્યું હતું કે,”અમિતાભજીની ફિલ્મ અમર-અકબર-એન્થની પણ બકવાસ ફિલ્મ હતી, જો કે તેને આજે પણ સૌથી વધારે એન્ટરટેનિંગ ફિલ્મમાંની એક માનવામાં આવે છે.”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.