સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનએ જ્યારે ઐશ્વર્યા રાય સાથે ડેટ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે દરેક કોઈ અમિતાભ અને જયાં બચ્ચનની પ્રતિક્રિયા જાણવા માગતા હતા. ચાહકોની આ ઈચ્છા ત્યારે પૂર્ણ થઇ જ્યારે જયા બચનન કરણ જોહરના ચેટ શો માં આવી હતી અને વહુ-દીકરા વિશે દિલ ખોલીને વાત કહી હતી.

ઐશ-અભીના અમુક મહિના પહેલા, કરણ જોહરના શો કોફી વિથ કરનમાં જયાં બચ્ચન ઐશની પ્રશંસા કરતી જોવા મળી હતી અને પોતાની થનારી વહુને એક મજબૂત મહિલા જણાવી હતી.

જ્યારે કરને પૂછ્યું જે શું ઐશ બચ્ચન પરિવાર માટે એક આદર્શ વહુ છે તો તેના જવાબમાં જયાએ કહ્યું કે,”હા મને લાગે છે. મને લાગે છે કે તે ખુબ જ શાનદાર છે કેમ કે તે પોતે જ આટલી મોટી સ્ટાર છે પણ જ્યારે અમે બધા સાથે હોઈએ છીએ તો તેનામાં વિમ્રતા હોય છે. તેને અને મને તે ગુણ પસંદ છે કે તે પાછળ ઢાલ બનીને ઉભે છે, તે શાંત છે અને દરેકનું સાંભળે છે. બીજી સુંદર વાત એ છે કે તે અમારા પરિવારમાં પુરી રીતે ફિટ છે”.

જેના પછી કરને પૂછ્યું કે,ઐશને જોઈને અમિતાભની પ્રતિક્રિયા કેવી હતી તો તેના જવાબમાં જયાંએ કહ્યું કે,”અમિતાભજીએ જ્યારે તેને જોઈ, ત્યારે જ તેને લાગ્યું કે શ્વેતા બચ્ચન ફરીથી ઘરે આવી રહી છે. તેનો આંખો પણ ચમકાઈ ઉઠી હતી. શ્વેતાએ જે જગ્યા ખાલી છોડી હતી, તેને ઐશ ભરી દેશે. અમને ક્યારેય પણ એ ન લાગ્યું કે શ્વેતા પરિવારનો હિસ્સો નથી.”

જણાવી દઈએ કે ઐશ-અભિના લગ્ન વર્ષ 2007 માં ખુબ ભવ્ય રીતે થયા હતા. લગ્નની ચર્ચા તે સમયે ખુબ થઇ હતી. ફિલ્મ ગુરુના પ્રમોશન વખતે અભિએ ઐશને રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું જેના પછી ઐશે તરત જ હા કહી દીધી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.