બોલીવુડના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનનું નામ વિશ્વ વિખ્યાત છે, તેમની અને તેમના પરિવાર સાથે જોડાયેલી વાતો જાણવી દરેકને ગમે છે. આપણે બધા જ જાણીએ છીએ કે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે લગ્ન કર્યા છે. પરંતુ જયા બચ્ચન બહુ પ્રકાશમાં આવતી નથી. તે પણ એક સમયની ખ્યાતનામ અભિનેત્રી જ છે. અને આજે આપણે જયા બચ્ચનના જીવન વિશેની કેટલીક ના જાણેલી વાતો જાણીશું.

જયા બચ્ચન અભિનેત્રી સાથે સાથે સંસદ પણ છે. તે એક સફળ અભિનેત્રી હોવા ઉપરાંત એક સફળ રાજકારણી પણ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જયા બચ્ચને 15 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી જીવનમાંમાં પગ મૂકી દીધો હતો. તેમની પહેલી ફિલ્મ બોલીવુડની નહિ પરંતુ 1963માં આવેલી બંગાળી ફિલ્મ “મહાનગર” હતી જેની અંદર જયા બચ્ચન સહાયક કલાકારની ભૂમિકા અદા કરી હતી.

જયા બચ્ચન અભિનેત્રી અને રાજકારણી હોવા ઉપરાંત એક લેખિકા પણ છે. 1988માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ “શહેનશાહ”ની સ્ક્રીપટ પણ જયા બચ્ચન દ્વારા જ લખવામાં આવી હતી.

જયા બચ્ચન અને અમિતાભે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં તેમની પહેલી સાથે ફિલ્મ હતી “બંસી બિરજુ” ત્યારબાદ તે બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.

બોલીવુડની સૌથી પ્રખ્યાત ફિલ્મ “શોલે”ના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન પ્રેગ્નેટ હતી, છતાં પણ તે એ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

જયા બચ્ચનને તેના અભિનય માટે 3 વાર ફિલ્મફેયર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અને 3 વાર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.