મનોરંજન

બોલીવુડનો ભાંડો ફૂટ્યો તો જયા બચ્ચનને પસંદ ના આવ્યું, સંસદમાં આ વાત કહીને બધાને હાંકી લીધા

જે થાળીમાં ખાઈએ છે તે જ ખરાબ કરે છે, જ્યા બચ્ચનને આવ્યો જોરદાર ગુસ્સો, જાણો સમગ્ર મામલો

ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. બૉલીવુડ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ એન્ગલનો રેલો સંસદ સુધી પહોંચ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે, બોલીવુડને બદનામ કરવાની ચાલ ચાલી રહી છે. જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સહારે નામ કમાયું છે તે જ આજે તેને ગટર કહી રહ્યા છે. હું તેનું સમર્થન નથી કરતી પરંતુ સરકારે મનોરંજન ઉદ્યોગના સમર્થનમાં આવવું જોઈએ

Image source

રાજયસભામાં જ્યા બચ્ચને જણાવ્યું હતું કે, મનોરંજન ઉદ્યોગના લોકોને સોશિયલ મીડિયા દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે લોકોને ઇન્ડસ્ટ્રીઝે નામ આપ્યું છે તે લોકો તેને ગટર કહી રહ્યા છે. હું આ સાથે અસહમત છું. સરકારે આ લોકોને કહેવું જોઈએ કે, આવી ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ.

જણાવી દઈએ કે, એક દિવસ પહેલા ભાજપ સાંસદ અને એક્ટર રવિ કિશને સંસદમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. રવિ કિશને જણાવ્યું હતું કે, બોલીવુડમાં ડ્રગ્સના ઉપયોગમાં પાકિસ્તાન અને ચીનની ચાલ હોઈ શકે છે. સરકારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આ પહેલા કંગનાએ પણ બોલીવુડના દિગ્ગ્જ સીતારાઓના નામ લઈને તેને ડ્રગ એડિક્ટ બતાવ્યા હતા. આ સાથે જ કંગનાએ બ્લડ ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, જ્યા બચ્ચનની આ પ્રતિક્રિયા આ નિવેદનને લઈને જ આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.