મનોરંજન

લોકડાઉનના કારણે દિલ્હીમાં ફસાઈ જ્યાં બચ્ચન, બર્થ ડે ઉપર પોતાની માને મિસ કરી રહ્યો છે અભિષેક

દેશમાં અચાનક કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે, એમાં ઘણા ફિલ્મી સિતારાઓ પણ છે, આ સમય દરમિયાન બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પણ અત્યારે દિલ્હીમાં ફસાઈ છે, અને આજે જ જયા બચ્ચનનો જન્મ દિવસ પણ છે અને આજના દિવસે અભિનેશક બચ્ચન પોતાની માતાને મિસ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકે પોતાની માતાને જન્મ દિવસ ઉપર મિસ કરતા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટની અંદર પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા પોતાની મા જયા બચ્ચનને કેટલું મિસ કરી રહ્યો છે તે પણ જણાવ્યું છે. સાથે એક સુંદર પ્રેમ ભરેલો મેસેજ પણ લખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકે પોતાની માતાને જન્મ દિવસની શુભકામનો આપતા લખ્યું છે કે” દરેક બાળકને ગમતો શબ્દ મા હોય છે. મારો પણ, હેપી બર્થ ડે મા. તમે દિલ્હીમાં લોકડાઉનના કારણે ફસાઈ ગયા છો, અને અમે અહીંયા મુંબઈમાં. અમે તમને દરેક ક્ષણે યાદ કરીએ છીએ, અને તમે અમારા દિલમાં છો. આઈ લવ યુ”

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

શ્વેતા બચ્ચને પણ પોતાની માતા સાથેની એક તસવીર શેર કરી છે અને જયા બચ્ચનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. આ તસવીરમાં શ્વેતા અને અભિષેક ખુબ જ નાના હતા, શ્વેતાએ લખ્યું છે: “હું મારા દિલમાં હંમેશા તમને લઈને ફરું છું, ક્યાંય પણ ચાલી જાઉં પરંતુ એના વગર નહીં, હેપ્પી બર્થ ડે મમ્મા, આઈ લવ યુ.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.