મનોરંજન

જયા બચ્ચનના જન્મદિવસ પર નવી ગાડીમાં આખો બચ્ચન પરિવાર જોવા મળ્યો સાથે, પણ ઐશ્વર્યા ન દેખાઈ સાથે… જુવો Photos

મંગળવારના રોજ જયા બચ્ચનના 71માં જન્મદિવસ પર આખો બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યો. આ સમયે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન એક સાથે રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમ્યાન ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન જોવા મળી ન હતી.

Image Source

જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન એક સાથે એક જ ગાડીમાં જોવા મળ્યા હતા. બચ્ચન પરિવાર એક સાથે ડિનર પર ગયો હતો અને બધાએ જ જયાનો જન્મદિવસ મનાવ્યો હતો. દરમ્યાન ઐશ્વર્યા અને આરાધ્યા પરિવાર સાથે જોવા મળ્યા ન હતા. પરંતુ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પોતાની સાસુમાને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. એ પહેલા અભિષેક અને શ્વેતાએ પણ સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

Image Source

ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર જયા બચ્ચન અને આરાધ્યા સાથેની એક તસ્વીર શેર કરી છે, જેમાં આ ત્રણે ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે. આ તસ્વીર શેર કરીને ઐશ્વર્યાએ કહ્યું – હેપ્પીનેસ ઓલવેઝ.

 

View this post on Instagram

 

✨Happiness always💝

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જયા બચ્ચનના જન્મદિવસ પર અભિષેક અને શ્વેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. અભિષેક બચ્ચને જયા  બચ્ચનની એક ખૂબ જૂની તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા અભિષેકે લખ્યું છે – મા, આ શબ્દ જ બધું કહી દે છે. હેપી બર્થ ડે મા. લવ યુ.

 

View this post on Instagram

 

माँ! The word says it all. Happy Birthday Ma. Love you.

A post shared by Abhishek Bachchan (@bachchan) on

ત્યારે શ્વેતા બચ્ચને જયા બચ્ચન સાથેની એક તસ્વીર શેર કરી છે, જેની સાથે તેને લખ્યું છે – ઓ કેપ્ટન માય કેપ્ટન.

 

View this post on Instagram

 

O Captain My Captain 🎂 xx

A post shared by S (@shwetabachchan) on

બોલિવૂડમાં બચ્ચન પરિવારનો અનોખો જ દબદબો છે. અને આ પરિવારમાં જ્યા બચ્ચનનો અલગ જ દબદબો છે. ત્યારે દેખીતું છે કે આ દિવસ બચ્ચન પરિવાર માટે ખાસ અને ખુશીનો મોકો બની રહ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks