પામેલા ચોપરાના નિધન પર શોક મનાવવા આવેલી જયા બચ્ચન ફરી એકવાર ગુસ્સે થઇ ગઈ, બોલી, “બહુ થયું હવે દૂર રહો…”, જુઓ વીડિયો

“બહુ થઇ ગયું હવે પાછા જાઓ.” ફરી એકવાર ભડકી જયા બચ્ચન, વીડિયો વાયરલ

બોલીવુડના સેલેબ્સ અવાર નવાર ક્યાંકને ક્યાંક સ્પોટ થતા હોય છે. ત્યારે પેપરાજી પણ સેલેબ્સને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહેતા હોય છે. હાલમાં જ આદિત્ય ચોપરાની માતા અને ખ્યાતનામ ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન થયું. તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. બોલીવુડના ઘણા બધા સેલેબ્સ તેમના ઘરે અંતિમ દર્શન માટે અને પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. આ લિસ્ટમાં બચ્ચન પરિવાર પણ સામેલ હતો.

જયા બચ્ચન પણ દિવંગત પામેલા ચોપરાના નિધન પર શોક વ્યક્ત કરવા પોતાની પુત્રી શ્વેતા બચ્ચન સાથે આદિત્ય ચોપરાના ઘરે પહોંચી હતી, જો કે આ દરમિયાન જયા બચ્ચન ફરી ગુસ્સે થઈ ગઈ હતી. જયા બચ્ચનને કેટલો ગુસ્સો આવે છે તે બધાને ખબર છે. જ્યાં પણ તે પેપરાજીને જુએ છે ત્યાં તે ભડકી જાય છે. જયા શુક્રવારે તેમની પુત્રી શ્વેતા નંદા સાથે આદિત્ય ચોપરાના ઘરે પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં જયા બચ્ચન મીડિયાને પોતાની તસવીરો ક્લિક કરવાનું બંધ કરવાની સૂચના આપતા જોઈ શકાય છે. એક વીડિયોમાં અભિનેત્રી કહેતી જોવા મળી રહી છે, “મારે અંતર જોઈએ છે.” અન્ય એક વીડિયોમાં જયા બચ્ચન કેમેરા મેનને તસવીરો ક્લિક કરતા અટકાવતી જોવા મળી હતી. તેણે ગુસ્સામાં કહ્યું, “બહુ થઈ ગયું હવે, પાછા જાઓ.”

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જયા બચ્ચને પેપરાજી સાથે જે રીતે વાતચીત કરી અને તેમને ‘અસંસ્કારી’ કહ્યા તેનાથી નેટીઝન્સ ખુશ ન હતા. એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, “તે હંમેશા મીડિયા સાથે આ રીતે વાત કરે છે, જો કે મીડિયા સમગ્ર બચ્ચન પરિવારનું સન્માન કરે છે.” અન્ય એક કોમેન્ટમાં લખ્યું છે કે, “તે હંમેશા ગુસ્સામાં રહે છે.” અન્ય યુઝરે લખ્યું, “તેનું કારણ વગર આટલું વલણ કેમ છે?” કેટલાકે તેને સમર્થન આપ્યું અને કહ્યું, “તે સાચો છે કોઈના અંતિમ સંસ્કારમાં તસવીરો કેમ ક્લિક કરો છો.”

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Niraj Patel