ઢોલીવુડ

જય વસાવડાએ પણ આપ્યું મોરારી બાપુને સમર્થન, જય વસાવડા અને સાહિત્યકાર માયાભાઈ આહીરે સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ કર્યો પરત

મોરારી બાપુએ રાજકોટમાં એક કથામાં નિલકંઠવર્ણી મુદ્દે આપેલા એક નિવેદન બાદ મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદ ઉભો થયો હતો, જેમાં હવે નવો વળાંક આવ્યો છે. પહેલા આખો સાધુ સમાજ મોરારી બાપુના સમર્થનમાં આવ્યો હતો અને હવે એ પછી કલાકારો પણ મોરારી બાપુના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે હવે જાણીતા લેખક જય વસાવડા અને સાહિત્યકાર માયાભાઈ આહીરે સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ પાછો આપી દીધો છે. હવે આ કારણે આ વિવાદ ફરી મોટો થયો છે.

Image Source

વર્ષ 2005માં જય વસાવડા અને માયાભાઈ આહીરને સ્વામીનારાયણ સંસ્થાએ એક રત્નાકર એવોર્ડ આપ્યો હતો. ત્યારે મોરારી બાપુના સમર્થનમાં આવેલા આ બંને વ્યક્તિઓએ પોતાને મળેલો એવોર્ડ પાછો આપી દીધો છે. જય વસાવડાએ ફેસબૂક પર પોસ્ટ કરીને આ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી અને તેની સાથે આપવામાં આવેલા 21 હજાર રુપિયા પણ પાછા આપી દીધા છે.

આ પહેલા હાસ્ય કલાકાર સાંઇરામ દવે, માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવી મોરારી બાપુના સમર્થનમાં આવ્યા હતા અને તેમને મોરારી બાપુને પોતાના બાપ ગણાવ્યા હતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હવે આ વિવાદનો અંત લાવો, આપણો ધર્મ એક જ છે, જેને મજબૂત કરીએ. તો બીજી બાજુ બીએપીએસ સંસ્થાએ પણ શાંતિની અપીલ કરી છે. સાથે જ તેમને જાહેરાત કરી હતી કે આ વિવાદનો અંત આવ્યો છે.

 

View this post on Instagram

 

વિવેક સાથે રત્નાકર એવોર્ડ પરત કરૂ છું

A post shared by Mayabhai Ahir (@mayabhaiahirofficial) on

જુઓ વિડીયો ૧
Jay Vasavada Original ‘Planet JV ‘ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો વિડીયો (Premiered Sep 10, 2019)

જુઓ વિડીયો ૨
Jay Vasavada Original ‘Planet JV ‘ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો વિડીયો (Published on Sep 9, 2019)

નીચે લિંક ક્લિક કરી જાણો કે સંતોના નિવેદન પર કિર્તિદાન ગઢવી અને સાંઇરામ દવેએ શું કહ્યું…
વાંચો કિર્તિદાન ગઢવી અને સાંઇરામ દવેએ શું કહ્યું

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks