“પઠાણ” વિવાદ પર હવે ગુજરાતી સ્પીકર અને લેખક જય વસાવડા પણ કુદ્યા મેદાનમાં, કહ્યું, “આ રંગ કેવી રીતે કોઈની પર્સનલ માલિકીનો થઇ ગયો..” જુઓ વીડિયો

“આ મુલ્લાઓની ઠોકશાહીનો દેશ છે કે લોકશાહીનો દેશ છે ?” પઠાણમાં ભગવા બિકીનીનો વિરોધ કરનારા લોકો પર બગડ્યા જય વસાવડા, જુઓ બીજું શું કહ્યું ?

શાહરુખ અને દીપિકાની આવનારી ફિલ્મ “પઠાણ”ને લઈને આખા દેશમાં વિરોધ ફેલાયેલો જોવા મળી રહ્યા છે, ઘણા બધા લોકો આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યા છે અને ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ કરી રહ્યા છે, તેની પાછળનું એક કારણ આ ફિલ્મનું હાલમાં જ રિલીઝ થયેલું એક ગીત પણ છે. જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને બોલ્ડ ડાન્સ કરતી જોવા મળે છે.

ત્યારે લોકો હવે આ ભાગવા રંગ દ્વારા સંતાનત ધર્મનું અપમાન પણ જણાવી રહ્યા છે. તો ઘણા કલાકારો પણ હવે દીપિકા અને પઠાણ ફિલ્મના સપોર્ટમાં આવી ગયા છે, આ બધા વચ્ચે જ ગુજરાતી સ્પીકર અને લેખક એવા જય વસાવડાએ પણ આ મુદ્દે પોતાનો એક વીડિયો શેર કરીને  પોતાની વાત જણાવી છે.

જય વસાવડા વીડિયોમાં જણાવી રહ્યા છે કે “દોસ્તો આ જે પઠાણ ફિલ્મના ગીતની જે કોન્ટ્રોવર્સી છે, મને એટલું બધું હસવું આવે છે એ જોઈને કે આ એક રંગ ક્યારનો કોઈની પર્સનલ માલીકીની થઇ ગયો. આવો ઋષિઓનો વારસો આપણા ઉદાર ઋષિઓનો ? તમે મોઢેરા જાઓ, તમે કોણાર્ક જાઓ, તમે ગુજરાતની અંદર બાકા અને કોરા જાઓ, તમે ખજુરાહો જાઓ તો તમને ખબર પડે કે ભારતના વારસામાં તો શૃંગાર રસની કોઈ મનાઈ જ નથી.”

તેઓ આગળ કહે છે, “એવી જ મુદ્દાઓ છે ભલે દીપિકા તો જરા ખપાટિયા જેવી લાગે છે એટલે એ મુદ્રાઓમાં શોભતી નથી એ બરાબર છે. પણ આવા લલ્લુ-ઉલ્લુઓનો બોયકોટ કરવો જોઈએ જે આવી વાતો ફેલાવે છે ! વિપ્યોર ! જાનીવાલીપીનારા એમાં નારંગી,  ઓરેન્જ કલર છે, પ્રકૃતિએ સમગ્ર પૃથ્વીલોક માટે આપેલો છે, કોઈ એક ધર્મ માટે આપેલો નથી.”

વીડિયોમાં જય વસાવડા આગળ કહે છે કે, “તો એનો વિરોધ થશે ?કાલે ઉઠીને આપણે કેરી ખાતા હશું, કેસરવાળી ખીર ખાતા હશું, નારંગી ખાતા હશું તો એનો કોઈ વિરોધ કરવા માટે આવશે ! આપણે શું પહેલા આવા ગીત નથી જોયા ? ચીકની ચમેલીથી શરૂ કરીને ટીપ- ટીપ બરસા પાનીની અંદર ઓરેન્જ કલરની સાડીઓ કે એવું નથી જોયું ?”

“આ બેટામાં “ધક ધક કરીને લગામાં માધુરી દીક્ષિતે ક્યાં કલરનો ડ્રેસ પહેરેલો હતો ? અને “ચલ સન્યાસી મંદિર મેં” જેવા ગીતો કે ભૂલ ભલૈયામાં “હરે રામ હરે ક્રિષ્ના” વાળા ગીતો એની અંદર શું બતાવવામાં આવેલું હતું ? તો આ સ્વસ્થ માનસિકતાની નિશાની છે કે આપણે હસી કાઢીએ આવી રીતે ! આ મોરલ પોલીસના મોરલાઓ છે. એક કલાકારની વિરુદ્ધ જે કળાઓ કરે છે એની સામે આપણે અવાજ ઉઠાવતા શીખીએ. અને આવી રીતે કોઈ આપણા માલિક થઇ જાય”

 

View this post on Instagram

 

A post shared by Jay Vasavada (@jayvasavada.jv)

“જેમ્સ બોન્ડની ફિલ્મમાં હેલ બેરી બિકી પહેરીને આવે એ ફિલ્મ પણ આપણે ત્યાં રિલીઝ થઇ હતી ઓરેન્જ કલરની તો આપણે શું દરેક વખતે કયા કલરનું કોઈએ શું પહેર્યું છે એવા વાહિયાત મુદ્દાઓ ઉઠાવીને આ દેશને ઈરાન અને અફઘાનિસ્તાન બનાવી દેવાનો છે ? આ મુલ્લાઓની ઠોકશાહીનો દેશ છે કે લોકશાહીનો દેશ છે ?જરાક વિચાર કરો, સમજો અને જલસા કરો અને અને બીજા જલસા કરતા હોય એમાં ટાંગ ના અડાડો !

Niraj Patel