ઓસ્ટ્રેલિયામાં અમદાવાદના 22 વર્ષના યુવાનનું રહસ્યમય થયું મોત, હજુ તો બે વર્ષ પહેલા જ મેલબોર્નમાં

દેશભરમાંથી ઘણા યુવકો આજે સારું ભણવા માટે વિદેશ જતા હોય છે. ગુજરાતમાંથી પણ ઘણા યુવકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે, આ દરમિયાન તેમની સાથે અજુક્તું થવાની ઘટનાઓ પણ વખતો વખત સામે આવતી રહે છે. હાલ એવી જ એક ઘટના ઓસ્ટ્રલિયામાંથી સામે આવી છે, જ્યાં અમદાવાદથી 2 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલા એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માણસાના પડુસ્મા ગામના 22 વર્ષોય જય પટેલનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહસ્યમય રીતે મોત થયું છે. ત્યારે આ ખબર તેના પરિવારજનોને મળતા તે પણ આઘાતમાં સરી પડ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ યુવકના મોત અંગે તપાસ કરી રહી છે અને તેનો મૃતદેહ ગાંધીનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.

(મેલબોર્નની પ્રતીકાત્મક તસવીર)

યુવકના મૃતદેહને ગાંધીનગર મોકલવા માટે જય પટેલના મિત્રોએ ગો ફંડ મી વેબસાઈટ દ્વારા એક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે જે હેઠળ 45 હજાર ડોલર જેટલી રકમ પણ ભેગી કરી લેવામાં આવી છે. અડધો કલાકમાં જ ભારતીય સમૂદાય અને મિત્ર વર્તૂળ દ્વારા જય પટેલના મતૃદેહને પરત મોકલવાના ખર્ચ માટે ફંડ એકઠું કરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર 10 ડિસેમ્બરના શુક્રવારના રોજ જય પટેલ રાત્રે નોકરીથી પરત આવીને સુઈ ગયો હતો, પરંતુ ફરી તે ક્યારેય ઉભો જ ના થયો, તેના રુમમેટ્સ તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતા રહ્યા જેના કારણે તેમને કંઈક અજુગતું થયાનું લાગતા ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જેના બાદ જયના મિત્રોએ તેના પરિવારને જાણ કરતા પરિવાર પણ ભાંગી પડ્યો હતો.

Niraj Patel