ખબર જીવનશૈલી

ટીવી અભિનેત્રી માહી બની મા, પહેલી જ તસ્વીરમાં દીકરીના પગને ચૂમી રહેલા જોવા મળ્યા પિતા- જુઓ બધી તસ્વીરો

ટીવી જગની લોકપ્રિય જોડી જય ભાનુશાલી અને માહી વીજ માતા-પિતા બની ચુક્યા છે. પત્ની માહી વીજે આજે સવારે એટલે કે 21 ઓગસ્ટના રોજ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. માહી અને જયએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી છે. આ સિવાય બંન્નેએ પોતાની દીકરીની પહેલી તસ્વીર પણ શેર કરી છે. જણાવી દઈએ કે આ જોડી પહેલાથી જ એક દીકરીના માતા-પિતા બનવા માંગતા હતા.

 

View this post on Instagram

 

Dinner date 🥂@ijaybhanushali #homemadecafe #pregnancy #pregnancydiary #pregnancylife

A post shared by Mahhi Jay❤️bhanushali (@mahhivij) on

તેની પહેલા એક ઇન્ટરવ્યૂમાં જયએ કહ્યું હતું કે તે એક દીકરીના પિતા બનવાનું વધારે પસંદ કરશે, આ સિવાય એ પણ કહ્યું હતું કે તે એ વાતને લઈને ખુશ છે કે માહી માં બનવાની છે. જયએ કહ્યું હતું કે તેને એ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે તેને દીકરો આવે કે દીકરી, પણ તેઓ એ અપેક્ષા કરી રહયા છે કે તેઓની પહેલી સંતાન એક દીકરી હોય. જયએ આગળ કહ્યું કે આજના સમયમાં દીકરીઓ દિકરાથી ઓછી નથી. તેની પત્ની માહી આજે પણ તેવી જ રીતે તેના માતા-પિતાનું ધ્યાન રાખે છે, જેવી રીતે તે લગ્ન પહેલા રાખતી હતી.

જય ભાનુશાલીએ પોતાની દીકરીની તસ્વીર પોસ્ટ કરીને તેના નામનો પણ ખુલાસો કર્યો હતો અને લખ્યું કે,”ટ્વીન્કલ-ટ્વીન્કલ લિટલ સ્ટાર.અમે એક માનતા માંગી હતી અને તું હવે અહીં છે. અમને માતા-પિતા બનાવવા માટે તારો આભાર. અમને દીકરીનો જન્મ થયો છે. ભગવાનનો આભાર કે તેઓએ અમને આટલું બધું આપ્યું. મારું જીવન બદલાવી નાખ્યું”.

તેઓની આ પોસ્ટ પર દરેક કોઈ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. માહીની મિત્ર આશકા ગોરડિયા, ઇરિધિ ડોગરા, યુક્તિ કપૂર અને નિવેદિતા બાસુએ તેને શુભકામનાઓ આપી છે. જણાવી દઈએ કે લગ્નના 8 વર્ષ પછી જય-માહી માતા-પિતા બન્યા છે.

જણાવી દઈએ કે આ જોડીએ પહેલાથી જ વર્ષ 2017 માં બે બાળકોને દત્તક લીધેલા છે. આ બંન્ને બાળકોએ જય-માહીએ આંશિક સ્વરૂપે દત્તક લીધા છે. બંન્ને બાળકો પોતાના સગા માતા-પિતા સાથે જ રહે છે, પણ તેઓના અભ્યાસનો અને બાકીની જરૂરિયાતનો ખર્ચો જય અને માહી ઉઠાવે છે.

ખુશી અને રાજવીને બંન્નેને સારું ભવિષ્ય આપવા માટે દત્તક લીધા છે. માહીએ રાજવીર અને ખુશીનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં બંન્ને ગુલાબી રંગના ફુગ્ગાઓ લઈને દોડી રહ્યા છે.

બાળપણથી જ માહીના પરિવારમાં એક કેરટેકર હતા, આ બંન્ને બાળકો તે કેરટેકરના જ છે. 2011 માં જય સાથે લગ્ન કર્યા પછી કેરટેકર પણ માહીના ઘરે રહેવા લાગ્યા હતા. માહી અને જયે આ કામ કરીને એક અનોખી મિસાલ કાયમ કરી છે.

 

View this post on Instagram

 

Happy rakshabandhan @iamkhushiray @rajveercutestar @ijaybhanushali @manojray303 #siblings #love #babies #pure

A post shared by Mahhi Jay❤️bhanushali (@mahhivij) on

માહીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”ભલે તેનું પોતાનું બાળક આવી જાય પણ તે આ બંન્ને બાળકોને કોઈપણ વસ્તુની ખામી નહિ આવવા દે અને તેને તે બધું જ મળશે જે તે પોતાના બાળક માટે કરશે”. માહી અને જય બંન્ને બાળકો સાથે નાના-મોટા દરેક તહેવારો ઉજવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks