ધાર્મિક-દુનિયા

જય મા મોગલ – વાંચો ભગુડાના મોગલધામનો ઈતિહાસ અને જુઓ સૌથી જુના સ્થાનકનો ભાગ્યે જ જોવા મળતા Photos

ચારણ મિત્રો અને અને આહીર મિત્રોની કુળદેવી માતા મોગલ એ ભગુડામાં વિરાજમાન છે. અહિયાં આજે અમે તમને આ સ્થાનક પાછળની એક રસપ્રદ અને જાણવા જેવી વાર્તા જણાવીશું.

આ ગામમાં આહીર સમાજ અને માલધારી સમાજના લોકો વસતા હતા. દરેક લોકો એકબીજાને દરેક સુખ અને દુઃખમાં સાથ આપતા હતા. એક દિવસ ભગુડાના નેસમાં એક ચારણ બહેને કાપડામાં આઈ મોગલએ એક આહીર સ્ત્રીને ભેટમાં આપ્યા અને જણાવ્યું કે આ માતાએ અમારા બધા દુખ હરી લીધા છે તમે પણ તમારા એરિયામાં આ માતાની સ્થાપના કરજો. માતા મોગલની કૃપાથી કોઈપણ મુશ્કેલી તમારી પર આવશે નહિ. આમ આ સ્ત્રીની વાત સાંભળીને તેમણે ભગુડામાં આઈ મોગલની સ્થાપના કરી અને પછી મોગલ માએ ક્યારેય આહીર સમાજના લોકો પર કોઈ મુશ્કેલી આવવા દીધી નહિ અને તેમના દરેક દુઃખનું સમાપન થઇ ગયું. આમ મોગલ એ ચારણોની સાથે સાથે આહીર સમાજના પણ કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.

Image Source

મોગલ માની એક વાર્તા પાંડવો સાથે પણ જોડાયેલ છે. એક સમયે શ્રીકૃષ્ણ દ્રોપદી અને પાંચ પાંડવો સાથે કોઈ ચર્ચા કરી રહ્યા હતા આ સમય દરમિયાન દ્રોપદીની કોઈ વાત પર ભીમ હસવા લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને રોકે છે અને જણાવે છે આમ તમે હસીને તમારી પત્નીનું અપમાન કરી રહ્યા છો. જો તમે દ્રોપદીનું અસલી સ્વરૂપ જોવા માંગો છો તો મધ્યરાત્રીએ જયારે તે નાહવા માટે જાય ત્યારે તમે છુપાઈને તેને જોજો અને જયારે તમને કોઈ ઈચ્છા માંગવા માટે પૂછવામાં આવે ત્યારે તમે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આવું વરદાન માંગજો. અને પછી તરત પાણીમાં તરીને બહુ દુર ચાલ્યા જજો. દ્રોપદીનું સ્વરૂપ જોઇને ડરી જાય છે. ભીમને દ્રોપદી જોગમાયા સ્વરૂપે દેખાય છે. જોગમાયા સ્વરૂપે દ્રોપદી ત્રાડ પાડે છે અને તેમનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગે છે. ત્યારબાદ દ્રોપદી પુકાર કરે છે કે “જે પણ અહિ હાજર હોય અને તેને કોઈ વરદાન માંગવું હોય તો માંગી શકે છે.” આ વાત સાંભળીને ભીમને શ્રી કૃષ્ણએ જે સમજાવ્યું હતું એ યાદ આવે છે અને તે એ જ વરદાન માંગે છે અને પછી તરત તે પાણીમાં તરીને બહુ જ દુર ચાલ્યો જાય છે. થોડા જ સમયમાં માતા જોગમાયાના મોમાંથી અગ્નિજ્વાળા નીકળે છે અને ત્યાનું પાણી બહુ ઉકળી જાય છે. અહિ જે જોગમાયાના મોમાંથી અગ્નિ જ્વાળા નીકળી હતી તે માતા એટલે મોગલ મા.

Image Source

જુના અને પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 22 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં માતા મોગલને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અને ભક્તો પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ થાય તેના માટે અહિ લાપસીનો પ્રસાદ ધરાવે છે. અહિની એક વાત બહુ ખાસ છે અહિની લાપસીની પ્રસાદી આરોગવાથી પણ ઘણા લોકોના દુખ અને પીડાઓ દુર થયાના પ્રસંગો પણ છે. અહિ જે પણ મિત્રો સંતાન પ્રાપ્તિની આશા રાખતા હોય છે તેઓની માનતા પુરી થાય છે. અહિ તમને મંદિરની દિવાલો પર નાના બાળકોના ફોટો જોવા મળશે એ ફોટો એ જે લોકોની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય તેઓ પોતાની માનતા પુરી કરવા આવે છે અને પોતાની સંતાનોની તસવીરો લગાવીને જાય છે. કહેવાય છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈ ઘરમાં ચોરી થતી નથી. અહિ મંગળવાર, રવિવાર અને વર્ષમાં બે વાર આવતી નવરાત્રી દરમિયાન બહુ ભીડ જોવા મળે છે.

Image Source

આરતીનો સમય

  • સવારે- 7.00 વાગ્યે.
  • સાંજે – સંધ્યા સમયે

દર્શનનો સમયઃ 24 કલાક

જો તમે આ મંદિરે જવા ઈચ્છો છો તો તમે ભાવનગરથી મહુવા હાઈવે પર તળાજાથી 20 કિલોમીટર દુર એક ગામ છે તે ગામનું નામ એ જાગધાર છે ત્યાંથી તમારે 3 કિલોમીટર અંદર જવાનું રહેશે ત્યાં ભગુડા ગામમાં આવેલ છે આ મોગલધામ. અહિ નજીકમાં નજીક શિહોર ગામનું રેલ્વે સ્ટેશન આવેલ છે. ભગુડા મોગલધામથી બગદાણા મંદિર 10 કિલોમીટર, ઊંચા કોટડા ચામુંડા મંદિર 25 કિમી આવેલું છે અને દરિયા કિનારે આવેલા ગોપનાથ શિવાલય 25 કિમી અને મહુવા દરિયા કિનારે આવેલું ભવાની માતાનું મંદિર 33 કિલોમીટરના અંતરે છે. પછી ઊંચા કોટડાના ચામુંડા મંદિર, દરિયા કિનારે આવેલ ગોપનાથ મહાદેવ કે જે ત્યાંથી 25 કિલોમીટર દુર છે તો ત્યાંથી મહુવા દરિયા કિનારે આવેલ ભવાની માતાના મંદિરે પણ દર્શન કરવા જેવા છે તે મંદિર અહિથી 33 કિલોમીટર દુર આવેલ છે.

Image Source

જે લોકો દુરથી આવતા હોય છે તેમના માટે મોગલધામમાં રહેવા માટે 18 રૂમોની વ્યવસ્થા પણ છે તેમાં અલગ અલગ સંડાસ અને બાથરૂમની સુવિધા પણ આપવામાં આવી છે. મંદિરમાં જ એક અન્નક્ષેત્ર પણ ચાલે છે જેમાં તમે સવારે 11.30 થી બપોરે 3.30 સુધી ભોજનનો લાભ લઇ શકશો તો સાંજે અહિ 7.30 થી 10.30 સુધી દરેક ભક્તને ભોજન મળતું હોય છે.

સરનામું: ભગુડા ગામ, તા. મહુવા અને જિ. ભાવનગર