મનોરંજન

જય ભાનુશાલીએ તેની નાની પરીનું કર્યું નામકરણ, ફેન્સ પાસેથી માંગ્યા હતા નામના સૂચનો- જુઓ તસ્વીરો

ટીવીના મોસ્ટ પોપ્યુલર અને લવિંગ કપલ જય ભાનુશાલી અને માહી વીજના ઘરે 21 ઓગસ્ટ નાની પરીનો જન્મ થયો છે. પુત્રીના જન્મને લઈને માહી અને જય બહુજ ખુશ છે. બન્નેએ હાલમાં જ નાની પરીની તસ્વીર શેર કરી તેના નામ માટે ફેન્સની સલાહ માંગી હતી.

ફેન્સ પાસેથી લગભગ 20 હજાર નામ આવ્યા હતા.આખરે આ ક્યૂટ કપલે તેની નાની પરીનું નામ ફાઇનલ કરી દીધું છે. જય ભાનુશાલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેની લાડલીના નામનો ખુલાસો કર્યો છે. જય અને માહીએ તેની લાડ્લીનું નામ રાખ્યું છે, ‘તારા જય ભાનુશાલી’.

જયે પોસ્ટ કરતા લખ્યું હતું કે, તમારી બધાની દુઆઓ માટે આભાર. મારી દીકરીના નામ માટે 20 હજારથી વધુ નામ આવ્યા હતા. આખરે અમે તેનું નામ નક્કી કરી લીધું છે.સ્વાગત કરો અમારી આંખોના તારા, તારા જય ભાનુશાલીનું.

જણાવી દઈએ કે, જયે તેની પુત્રીના નામ જણાવવાની ઘોષણા 16 સપ્ટેમ્બરે કરી હતી. જય અને માહીએ તેની લાડલીના નામનો ખુલાસો 17 સપ્ટેમ્બરે કર્યો હતો.

જણાવી દઈએ કે જય અને માહી લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. માહીએ લગ્નના 8 વર્ષ બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. બન્નેએ પુત્રીના જન્મ પહેલા તેની કેર ટેકરના એકપુત્ર અને પુત્રીને દતકે લીધા છે. જેનું નામ રાજવીર અને ખુશી છે. બન્ને આ બાળકોની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

જણાવી દઈએ કે ટેલિવિઝનનમાં નામ કમાયા બાદ જયે 2014માં ફિલ્મ હેટ સ્ટોરી-2થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ફિલ્મ દેશી કટ્ટા અને એક પહેલી લીલા જેવી બોલીવુડમાં ફિલ્મોમાં લીડ રોલમાં નજરે આવ્યો હતો. આજકાલ જય એક રિયાલિટી સીંગીગ શો સુપર સ્ટાર સીંગીગ હોસ્ટ કરતો નજરે આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.