ટીવીના મોસ્ટ પોપ્યુલર અને લવિંગ કપલ જય ભાનુશાલી અને માહી વીજના ઘરે 21 ઓગસ્ટ નાની પરીનો જન્મ થયો છે. પુત્રીના જન્મને લઈને માહી અને જય બહુજ ખુશ છે. બન્નેએ હાલમાં જ નાની પરીની તસ્વીર શેર કરી તેના નામ માટે ફેન્સની સલાહ માંગી હતી.
જય અને માહીએ ફેન્સ સાથે આ ન્યુઝ શેર કરતા જણાવ્યું હતું કે, તે તેની પરીનું નામ પંડિત કહેશે તે પ્રમાણે રાખશે. હાલ તો કપલે તેની નાની પરીનું કોઈ નામ રાખ્યું નથી.
હાલમાં જ માહીએ સોશિયલ મીડિયામાં તેની પુત્રી સાથે એક ક્યૂટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં માહી તેની પુત્રીને ગોદમાં પકડેલી નજરે આવે છે. મહીં અને તેની પુત્રીની આ તસ્વીર હોસ્પિટલમાં ક્લિક કરવામ આવી છે.
સ્પોટબોય સાથેના ઇન્ટરવ્યૂમાં માહીએ જણાવ્યું હતું કે, તે પંડિતના કહેવા અનુસાર તેની પુત્રીનું નામ રાખશે. તેની પુત્રીનું નામ ‘T’ અથવા ‘M’ થી શરૂ થતું હોય તેવું રાખશે. માહીએ આ માટે ફેન્સ પાસે સૂચનો માંગ્યા હતા.
જણાવી દઈએ કે જય અને માહી લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. માહીએ લગ્નના 8 વર્ષ બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. બન્નેએ પુત્રીના જન્મ પહેલા તેની કેર ટેકરના એકપુત્ર અને પુત્રીને દતકે લીધા છે. જેનું નામ રાજવીર અને ખુશી છે. બન્ને આ બાળકોની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
View this post on Instagram
થોડા સમય પહેલા ઇન્ટરવ્યૂ દરમિયાન માહીએ કહ્યું હતું કે. પ્રેગ્નેન્સીમાં છઠા મહિનાથી જ ગિફ્ટ આવવાની શરૂ થઇ ગઈ હતી. ડિલિવરી દરમિયાન માહીએ જયના અનુભવ પર જણાવ્યું હતું કે કે, જય આ ડિલિવરીનું રેકોર્ડિંગ કર્યું હતું. ડીલેવરી થવા પર અચાનક જ જયે રાડ પાડી કહ્યું હતું,’બેબી’. આ સમયે જયની ખુશી જોવા જેવી હતી. બાદમાં ડોકટરે કહ્યું હતું કે, તેઓને બેબી ગર્લ થઇ છે.
થોડા મહિના પહેલા માહીના વધતા વજનને કારણે ટ્રોલ કરનારા ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો હતો. માહીએ લખ્યું હતું કે, ‘ આ બધા મૂર્ખ છે જેને મારા વજનનની ચિંતા છે. તે લોકોને હું જણાવી દઉં છું કે, મારી પ્રાથમિકતા મારી બાળકીને ફીડિંગ કરાવવાની છે. ના કે મારી ફિગર. માહીએ હાથ જોડેલી ઈમોજી બતાવી હતી.
જણાવી દઈએ કે ટેલિવિઝનનમાં નામ કમાયા બાદ જયે 2014માં ફિલ્મ હેટ સ્ટોરી-2થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યરબાદ તે ફિલ્મ દેશી કટ્ટા અને એક પહેલી લીલા જેવી બોલીવુડમાં ફિલ્મોમાં લીડ રોલમાં નજરે આવ્યો હતો. આજકાલ જય એક રિયાલિટી સીંગીગ શો સુપર સ્ટાર સીંગીગ હોસ્ટ કરતો નજરે આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks