જીવનશૈલી

લાઇમલાઈટથી દૂર રહે છે ટીના અને અનિલ અંબાણીનો મોટો દીકરો, લગ્ઝરી ગાડી અને પ્રાઇવેટ જેટમાં ફરવાનો છે શોખ

દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ મુકેશજીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેના પરિવાર વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે. અનિલ અંબાણીએ બૉલીવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે અને બંનેના બે દીકરાઓ જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે.

Image Source

જો કે અનિલ અંબાણી પણ મોટા બિઝનેસમેનમાં નામના ધરાવે છે.આગળની 12 ડિસેમ્બરના રોજ ટીના-અનિલના મોટા દીકરા જય અનમોલ અંબાણીનો જન્મ દિવસ હતો. અનમોલનો જન્મ 12 ડિસેમ્બર-1991 ના રોજ મુંબઈમાં થયો હતો. જન્મદિસવના ખાસ મૌકા પર આજે અમે તમને અનમોલનાં જીવનની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

18 વર્ષની ઉંમરથી જ અનમોલએ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેણે બ્રિટનના વારવિક બિઝનેસ સ્કૂલથી મેન્જમેન્ટનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી અનમોલે રિલાયન્સ મ્યુચ્યુલ ફંડમાં 2 મહિના સુધી ઈંટરશિપ પણ કરી હતી.

Image Source

પોતાના પીતાની શિખામણથી અનમોલે જાપાનની મોટી કંપની Nippon ને રિલાયન્સ કૈપિટલમાં રોકાણ કરવા માટે મનાવી લીધી હતી જે રિલાયન્સ નિપોન લાઈફ ઈંશ્યોરેંસના નામથી ચાલી.

Image Source

વર્ષ 2017 ની એન્યુઅલ જનરલ મિટિંગમાં અનમોલને રિલાયન્સ કૈપિટલનો એગજયુકેટીવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યો હતો. અનમોલ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મૉડલ માને છે. અનમોલ પોતાના કામને પુરી મહેનત અને લગનની સાથે કરે છે.

Image Source

આટલા મોટા હોદ્દા પર હોવા છતાં પણ અનમોલ લાઇમલાઈટથી દૂર રહે છે. તેનું સૌથી મોટું કારણ તેનો શરમાળ સ્વભાવ પણ છે. અનમોલ ખુબ જ શરણામ છે માટે તે લાઇમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે, માટે જ આજે ખુબ ઓછા લોકો તેને ઓળખે છે. અનમોલની જેમ અનિલ અંબાણીનો નાનો દીકરો જય અંશુલ પણ લાઇમલાઈટથી દૂર રહે છે.

Image Source

લાઈલલાઈટથી દૂર અનમોલ ખાવા-પીવાનો અને મોંઘી મોંઘી વસ્તુઓનો ખુબ જ શોખીન છે. અનમોલ પાસે અનેક શાનદાર લગ્ઝરી ગાડીઓ છે જેની કિંમત કરોડોમાં છે. તેના પ્રિમયમ જેટ કલેક્શનમાં બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ XRS, ફાલ્કન 2000, ફાલ્કન 7X, બેલ 412(હેલીકૉપ્ટર) અને ગ્લોબલ એક્સપ્રેસ જેવા એરક્રાફ્ટ પણ શામિલ છે.