દીકરીના જન્મના 3 દિવસ બાદ જ RPF જવાને પત્નીને મારી નાખી, સાસુએ જણાવી એવી કહાની કે પોલીસની પણ આંખો થઇ ગઈ ચાર

RPF જવાને પત્નીનું ગળું દબાવીને કરી નાખી હત્યા, સમગ્ર ઘટના જાણીને ધિક્કાર થશે

આજકાલ દેશની અંદર આત્મહત્યા અને હત્યાઓનું પ્રમાણ વધ્યું છે. પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે અણબનાવ થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે અને જેના ગમ્ભીર પરિણામો પણ આપણે આવતા જોયા છે.

હાલ એવો જ એક મામલો બિહારના મુંગેર  જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક RPF જવાને પોતાની જ પત્નીને હત્યા કરી અને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું હતું. આરપીએફ જવાન ઉપર પત્નીનું ગળું દાબી અને હત્યા કરી દેવાનો આરોપ છે. મૃતક મહિલાએ ત્રણ દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો.

આ ઘટના બાદ આરોપી જવાને પોતાને જ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું. ત્યારે આ બાબતે મૃતકની માતાએ જણાવ્યું કે જમાઈને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધો હોવાના કારણે તેમની દીકરીની હત્યા કરી દીધી છે. પોલીસે મૃતકના ગળા ઉપરથી નિશાન પણ મેળવ્યા છે, જેના બાદ કેસ દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કટઘર નિવાસી આરપીએફ જવાન પંકજ કુમાર પાસવાને પોતાની પત્ની સાક્ષી દેવીની ગળું દબાવીને હત્યા કાર્ય બાદ પોતાને પોલીસને સોંપી દીધો. પંકજ કુમાર પાસવાન જમાલપુરમાં આઈપીએફ કોન્સ્ટેબલના પદ ઉપર ફરજ બજાવે છે.

તો આ બાબતે મૃતકની માતા સુભદ્રા દેવીનું માનીએ તો દોઢ-બે વર્ષ પહેલા તેમની દીકરી સાક્ષીના લગ્ન પંકજ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો તેમની દીકરીનું લગ્ન જીવન ખુબ જ સારું ચાલી રહ્યું હતું.

પરંતુ થોડા દિવસો બાદથી જ પંકજે સાક્ષી સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. જેના બાદ તેમને પોતાની દીકરીને પિયરમાં બોલાવી લીધી. પરંતુ પંકજે ઝેર ખાવાનું બહાનું બનાવીને સાક્ષીને પોતાની પાસે બોલાવી લીધી.

તેમને જણાવ્યું કે સાસરે ગયા બાદ સાક્ષી સાથે ફરીથી મારઝૂડ શરૂ કરી દેવામાં આવી. જેના ઉપર મારો દીકરો તેના જીજાજીને સમજાવવા માટે ગયો તો પંકજે તેને બેઈજ્જત કરી હથિયાર લઈને મારઝૂડ ઉપર ઉતરી આવ્યો.

તો આ મામલામાં પોલીસ સ્ટેશન અધ્યક્ષ મનોજ કુમાર સિંહાએ જણાવ્યું કે પિયર પક્ષ તફથી જણાવવામાં આવી રહ્યું છે કે તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. દહેજનો આરોપ લગાવવામાં આવ્યો છે.

તેને ત્રણ દિવસ પહેલા જ એક દીકરી જન્મી હતી. જે ડોક્ટર અનુલ ઠાકુરને ત્યાં ભરતી છે. હજુ કઈ સ્પષ્ટ નથી. ગળા ઉપર નિશાન છે. નિશાન ગોળ પ્રતીત થઇ રહ્યા છે. મામલો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

Niraj Patel