માતૃભૂમિની રક્ષા કરતા દ્વારકાના જવાનો થયો શહિદ, ભાણવડ પંથકમાં ફેલાયો શોક, આવતા મહિને જ થવાના હતા લગ્ન

દ્વારકા જિલ્લાનો જવાન ફરજ દરમિયાન શહીદ:થોડા સમય પૂર્વે યુવકની સગાઈ થઈ હતી અને આવતા મહિને લગ્ન હતા, આજે સાંજે સ્મશાન યાત્રા નીકળશે, ભાણવડ પંથકમાં ઘેરા શોકની લાગણી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Jawan Of Dwarka District Martyred : માતૃભૂમિની રક્ષા કરવા માટે આપણા દેશના વીર જવાનો પોતાના પ્રાણ પણ ન્યોછવાર કરી દેતા હોય છે, ત્યારે તેમના શહીદ થવાની ખબર સામે આવતા જ શોકનો માહોલ છવાઈ જાય છે અને આસપાસના વિસ્તારના લોકો પણ તેમને શ્રધાંજલિ આપવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં દ્વારકાના વીર જવાન પણ માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા છે. જેના લઈને પરિવાર અને ભાણવડ પંથકમાં શોક ફેલાઈ ગયો છે.

એરિસ્સામાં ફરજ બજાવતા હતા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના નાના એવા ઝારેરા ગામના 26 વર્ષીય યુવાન દિલીપભાઈ સોલંકી ગતરોજ ઓરિસ્સામાં કોબ્રા કમાન્ડો ટીમમાં ફરજ દરમિયાન શહીદ થવાની ખબર આવતા જ સમગ્ર પંથકમાં ઘેર શોકની લાગણી પ્રસરી ગઈ હતી. શહીદ દિલીપભાઈ CRPFના કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા, મીડિયા રિપોર્ટ અનુસાર નક્સલી હુમલામાં તેઓ વીરગતિ પામ્યા છે.

7 વર્ષ પહેલા જોડાયા હતા આર્મીમાં :

ઝારેરા ગામના સાગર ગોવાભાઈ મેસાભાઇ સીર (સોલંકી)નો નેનો દીકરો 26 વર્ષીય દિલીપભાઈ 7 વર્ષ પહેલા આર્મીની કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતીય લશ્કરમાં જોડાયો હતો. પોતાની ફરજ દરમિયાન જ તેમને કોબ્રા કમાન્ડો તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ત્યારે તેઓ ઓડિસી ખાતે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન જ તેઓ ત્યાં વીરગતિને પામ્યા હતા. પરિવારને તેમના શહીદ થવાની જાણ થતા જ આક્રંદ છવાયો હતો.

આવતા મહિને યોજવાના હતા લગ્ન :

શહીદ દિલીપભાઈના પાર્થિવ દેહને આજરોજ સવારે અમદાવાદ ખાતેના એરપોર્ટથી બપોરે તેમના વતન ઝારેરા ખાતે લાવવામાં આવશે. તેમજ અહીંથી સાંજે ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ હજુ અપરણિત હતા અને થોડા સમય પહેલા જતેમની સગાઈ થઇ હતી અને આવતા મહિને તેમના લગ્ન પણ થવાના હતા. ત્યારે દિલીપભાઈના શાહિદ થવાના કારણે સમગ્ર ભાણવડ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel