મનોરંજન

બોલીવુડમાં ડેબ્યુ પહેલા જ ઠુકરાવી ચુકી છે 15 ફિલ્મોની ઓફર જાવેદ જાફરીની દીકરી, સુંદરતા જોઈને ઘાયલ થઇ જશો

આ છે જાવેદ જાફરીની સુંદર પુત્રી, આની પાસે બોલીવુડની હિરોઇનો પણ છે ફેલ

અભિનેતા જાવેદ જાફરી છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહ્યો છે. જાવેદ જાફરીએ ફિલ્મોમાં કોઈ મોટો અભિનય નથી કર્યો આજસુધી. પરંતુ નાના નાના અભિનય દ્વારા પણ તેને ઇન્ડસ્ટ્રીમાં ઘણી મોટી નામના મેળવી છે.

જાવેદે 1985માં આવેલી ફિલ્મ “મેરી જંગ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ નાના મોટા અભિનય કરીને તે પોતાનું નામ બનાવતો ગયો. આજે પણ ઇન્ડસ્ટ્રીમાં જાવેદ જાફરી સપોર્ટિંગ એક્ટર તરીકે સક્રિય છે.

તો વાત જાવેદના બાળકોની કરીએ તો તેનો દીકરા મિજાને સિનેમા જગતમાં “મલાલ” ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી લીધું છે. પરંતુ તેની દીકરીએ બોલીવુડની ઘણી ફિલ્મોને ડેબ્યુ કરતા પહેલા જ ઠુકરાવી પણ દીધી છે.

જાવેદના ત્રણ બાળકો છે. બે દીકરા અને એક દીકરી. જેના નામ મિજાન, અબ્બાસ અને અલાવિયા છે. મિજાન જ્યાં બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યો છે ત્યાં તેની દીકરી અલાવિયા હજુ સિનિમા જગતથી દૂર છે. ખબરોનું માનીએ તો અલાવિયાએ અત્યાર સુધી 15 મોટી ઓફર્સ ઠુકરાવી દીધી છે.

અલાવિયાના ભાઈ મિજાને ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા પ્રમાણે: “અલાવિયા અને તેની ઉંમરમાં ફક્ત દોઢ વર્ષનું અંતર છે. અલાવિયા હમણાં ન્યુયોર્કમાં છે અને ફેશન બિઝનેસનો અભ્યાસ કરી રહી છે. અત્યાર સુધી તેને 15 ફિલ્મોની ઓફર મળી ચુકી છે. હું નામ નહિ આપું પરંતુ તેને મોટા બૅનર્સને પણ હા નથી કહી.

અલાવિયાએ મને કહ્યું હતું કે અભિનય કરતા પહેલા તે અભ્યાસ પૂરો કરવા માંગે છે. ત્યારબાદ તે ઓફર્સ ઉપર ધ્યાન આપશે. હવે તેના આ કોર્ષનું ત્રીજું વર્ષ છે. પૂરું થવામાં એક વર્ષ બાકી છે.”

જાવેદ જાફરીના ત્રણેય બાળકોમાં અલાવિયા સૌથી મોટી છે. જાણકારી પ્રમાણે અલાવિયાએ પોતાનો સ્કૂલનો અભ્યાસ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી કર્યો હતો. અલાવિયા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તે શેર કરતી રહે છે.

ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે અલાવિયા અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર બંને ખુબ જ સારી મિત્રો પણ છે. સોશિયલ મીડિયામાં જાહ્નવી સાથે પણ તેની ઘણી તસવીરો છે.

જાહ્નવી અને અલાવિયા બંને ઘણીવાર તસ્વીરોમાં સાથે જોવા મળી છે. જાહ્નવીની જેમ અલાવિયા પણ હવે સોશિયલ મીડિયામાં બોલ્ડ તસ્વીર શેર કરે છે.

અલાવિયા સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર તેનું એકાઉન્ટ પણ વેરીફાય થયેલું છે જેમાં 1.55 લાખ ફોલોઅર્સ છે. અલાવિયાની તસવીરોને લોકો ખુબ જ પસંદ કરે છે. તેની સુંદરતાના પણ ઘણા લોકો દીવાના છે. અવાર નવાર તેની તસવીરો પણ વાયરલ થતી રહે છે.

અલાવિયા હવે 27 વર્ષની થઇ ગઈ છે. અને ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તે અવાર નવાર પોતાની હોટ તસવીરો પણ પોસ્ટ કરે છે. તે બોલીવુડમાં ક્યારે હવે એન્ટ્રી કરે છે તે જોવાની વાત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.