મનોરંજન

આર્યન જેલમાં તો બીજી બાજુ બોલીવુડના આ સૌથી મોટા સેલિબ્રિટીને પેટમાં કેમ દુઃખી રહ્યું છે? જુઓ હડફેટે લીધા

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન લાંબા સમયથી ડગ કેસમાં ફસાયેલો છે અને તેને કારણે તે હાલ જેલમાં છે. તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન પાસેથી કંઈ મળ્યું નથી પણ તેના મિત્ર પાસેથી ડગ મળી આવ્યુ છે.

આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉદ્દભવી રહ્યો છે કે આર્યન ખાનને હજુ સુધી કેમ છોડવામાં આવ્યો નથી. આર્યન ખાનના કારણે શાહરૂખ ખાનની મુશ્કેલીઓ પણ વધી છે. તેણે પોતાનું શૂટિંગ પણ હાલ કેન્સલ કરવું પડ્યુ છે. સુપરસ્ટારના આ મુશ્કેલ સમયમાં તેને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે હવે દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર પણ શાહરૂખ ખાન અને તેમના દીકરા આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા છે.

તેમણે આર્યન ખાનનો બચાવ કર્યો છે. જાવેદ અખ્તરે મંગળવારના રોજ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે પોતાના હાઇ પ્રોફાઇલ સ્વભાવને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણીવાર નિશાના પર રહે છે અને તેને કિંમત પણ ચૂકવવી પડે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસ મામલે જેલમાં છે. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા જાવેદ અખ્તરે બોલિવૂડ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

તેમને પૂછવામાં આવ્યું કે તે સોશિયલ મીડિયા પર એ વાત ફેલાઈ છે કે આર્યન ખાન વિરુદ્ધ કેસ ફિલ્મ ઉદ્યોગને નિશાન બનાવીને જાણીજોઇને કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગીતકારે કહ્યું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હાઇ પ્રોફાઇલ હોવાને કારણે આ કિંમત ચૂકવવી પડે છે. જયારે તમે હાઇ પ્રોફાઇલ હોવ છો તો લોકોને તમને નીચે ખેંચવામાં મજા આવે છે. તે તમારા પર ગંદકી ફેકે છે. જો તમે કંઇ છો નહિ તો તમારા પર પથ્થર ફેકવાનો સમય કોના પાસે છે ?

NCB એ ડ્રગ્સ કેસમાં શાહરુખના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. હાલમાં તે મુંબઈની આર્થર જેલમાં છે. આવા સમયે બોલીવુડ શાહરૂખના સમર્થનમાં આવી રહ્યુ છે. કેટલાક કલાકારો આ મામલે વધારે પ્રતિક્રિયા આપી રહ્યા નથી, જ્યારે કેટલાક લોકો એવા છે જે આર્યનને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યા છે અને તેને જેલમાંથી બહાર નીકાળવાની માંગ કરી રહ્યા છે. આ બાબતે, હવે જાવેદ અખ્તરે કહ્યું કે- બંદર પર પકડાયેલા 1 અબજ ડોલરની કોકેઈન વિશે મેં ક્યાંય એક પણ હેડલાઈન વાંચી નથી.

પરંતુ જો 1.30 લાખ ચરસ કે ગાંજા પકડાયા છે, તો તે રાષ્ટ્રીય સમાચાર બની ગયો છે. હાઇ પ્રોફાઇલ હોવા બદલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ સજા ભોગવવી પડે છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તર હંમેશા પોતાનો અભિપ્રાય નિર્દોષતાથી રાખવા માટે પ્રખ્યાત છે. આ કારણે, તેઓ ક્યારેક વિવાદમાં પણ ફસાતા જોવા મળે છે.