ભીની આંખે કેકેને વિદાય આપવા માટે પહોંચ્યા બોલીવુડ સેલેબ્સ, અંતિમ યાત્રામાં ઉમટ્યું ચાહકોનું ઘોડાપુર, જુઓ વીડિયો

દિગ્ગજ સિંગરને આખરી અલવિદા…કેકે પંચમહાભૂતમાં વિલીન…સ્મશાન ઘાટમાં જાવેદ અખ્તર, રાહુલ વૈદ્ય, અલકા યાજ્ઞિક સહીત મોટી મોટી સેલિબ્રિટી ઉમટી પડ્યા જુઓ PHOTOS

દેશના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે અચાનક અવસાન થયું. પોલીસ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ગાયકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. નોંધનીય છે કે મંગળવારે કોલકાતામાં એક કોલેજ ફેસ્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગાયકની તબિયત બગડવા લાગી હતી.

કોન્સર્ટમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, કેકેને સાંભળવા માટે હોલમાં એકઠી થયેલી ભીડને કારણે તેઓ નર્વસ થવા લાગ્યા અને એસી બરાબર કામ ન કરી રહ્યું. પ્રદર્શન દરમિયાન કેકેને પરસેવો આવવા લાગ્યો. આખરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ગાયકને હોટલના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા ગાયકનું મોત નીપજ્યું હતું.

ત્યારે આજે મુંબઈના વર્સોવામાં કેકેને અંતિમ વિદાય આપવામાં આવી, જ્યાં ચાહકોની મોટી ભીડ પણ ઉમટી. આ સાથે જ ફિલ્મી જગતની ઘણી નામચીન હસ્તીઓ પણ કેકેને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચી હતી. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે.

કેકે હવે તેના તમામ ચાહકોથી હંમેશ માટે દૂર થઇ ગયા છે. ગાયક પંચતત્વમાં વિલીન થઇ ગયા છે. મુંબઈના વર્સોવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેકેના પુત્રએ પિતાને અગ્નિદાહ આપ્યો. ગાયકના પરિવાર અને ચાહકોએ કેકેને ભીની આંખો સાથે અલવિદા કહ્યું.

કેકેને અંતિમ વિદાય આપવા માટે મોટી મોટી હસ્તીઓ પણ આવી પહોંચી હતી, જાવેદ અખ્તર પણ કેકેની અંતિમ વિદાયમાં આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત શંકર મહાદેવન પણ કેકેની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. ફેમસ સિંગર્સ રાહુલ વૈદ્ય અને તોશી સાબરી પણ તેમના ફેવરિટ સિંગરને અંતિમ વિદાય આપવા પહોંચ્યા છે. કેકેના અવસાનથી બંને ગાયકોને ખૂબ જ દુઃખ થયું છે.

બોલિવૂડના પ્રખ્યાત ગાયકો અભિજીત ભટ્ટાચાર્ય અને જાવેદ અલી તેમના મિત્ર અને પ્રખ્યાત ગાયક કેકેના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. કેકેની વિદાયનું દુઃખ બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. સિંગર સલીમ મર્ચન્ટ પણ કેકેના ઘરે પહોંચી ગયા હતા. સફેદ કુર્તો પહેરીને તે એકદમ ઉદાસ દેખાઈ રહ્યો હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

કેકેના અંતિમ સંસ્કાર પહેલા સિંગરની દીકરીએ તેના પિતાને યાદ કર્યા હતા. કેકેની દીકરી તમારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની છેલ્લી ઝલક પોસ્ટ શેર કરીને કેકે પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. તમારાએ કેકેના ફોટો સાથે કેપ્શનમાં લખ્યું  “લવ યુ ફોરેવર પપ્પા”.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

કેકેની અંતિમ યાત્રા તેમના અંતિમ સંસ્કાર માટે તેમના ઘરેથી નીકળીના વર્સોવા હિન્દુ સ્મશાનગૃહમાં પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો પણ ઉપસ્થિત થયા હતા અને દરેકની આંખો ભીની હતી સાથે જ તેમના હૃદયમાં ઊંડી વેદના પણ જોવા મળી. પરિવારની હાલત પણ રડી રડીને ખરાબ થઇ રહી હતી.

Niraj Patel