BREAKING: આ નેતાની થઇ ધોળાદિવસે હત્યા ! ક્રેટા કારથી જઇ રહ્યા હતા, બદમાશોએ રોક્યા અને કાચ ખોલતા જ ધડાધડ ગોળીઓ વરસાવી

7 માર્ચ, 2024 ગુરુવાર, સવારે 10 વાગ્યે… બીજેપી નેતા પ્રમોદ કુમાર યાદવ તેમના ઘરની બહાર આવ્યા અને ક્રેટા કારમાં બેઠા. જ્યારે તેઓ ગામની બહાર રસ્તા પર આવ્યા ત્યારે ત્યાં લાલ રંગની મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિએ નેતાજીને કાર રોકવા માટે કહ્યુ. અજાણ્યા વ્યક્તિને જોઈને પ્રમોદ યાદવ કારમાંથી જ જાણકારી લીધી. યુવકે કહ્યું કે તમને લગ્નનું કાર્ડ આપવું છે. નેતાજીએ કાર રોકી અને કાચ નીચે કર્યો. જો કે, આ સમયે નેતાજી કંઈ સમજે એ પહેલા યુવકોએ પોતાના હથિયારો કાઢ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.

આ કોઈ ફિલ્મનો સીન નથી પણ ઉત્તર પ્રદેશના જૌનપુરની ઘટના છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બદમાશોએ ગોળી મારી દીધી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પ્રમોદ યાદવે 2012માં ભાજપની ટિકિટ પર જૌનપુરની મલ્હની બેઠક પરથી શક્તિશાળી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહ સામે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં સપાના પારસ નાથ યાદવે જીત હાંસિલ કરી હતી, જ્યારે જાગૃતિ સિંહ બીજા ક્રમે રહ્યા હતા.

જણાવી દઇએ કે, ધનંજય અને જાગૃતિના વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી ધનંજયે શ્રીકલા રેડ્ડી સાથે લગ્ન કર્યા, જે હાલમાં જૌનપુર જિલ્લા પંચાયત પ્રમુખ છે. પ્રમોદ યાદવની હત્યામાં હજુ સુધી કોઈની સામે આરોપ નથી લગાવવામાં આવ્યા. પોલીસ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. આ માટે તેઓ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે અને પ્રત્યક્ષદર્શીઓની શોધ કરી રહ્યા છે.

Image Source

પ્રાપ્ત જાણકારી મુજબ, પ્રમોદ કુમાર યાદવ પર 7-8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ, તેમને 6 ગોળીઓ વાગી હતી જેમાં એક-એક ખભા અને જાંધમાં જ્યારે 4 પેટમાં. ઘટના બાદ બદમાશો બાઇક પર ફરાર થઇ ગયા હતા. જૌનપુરના એસપીએ જણાવ્યું કે લગ્નનું કાર્ડ આપવાના બહાને તેમને રોક્યા બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ બદમાશો સામેલ હતા, ત્રણેય શકમંદોની ઓળખ થઈ ગઈ છે અને શોધખોળ ચાલુ છે. પ્રમોદની હત્યાના સમાચાર સામે આવતા જ મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રમોદ રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા. ઉલ્લેખનીય છે કે, પ્રમોદ યાદવની જેમ તેમના પિતા રાજબલી યાદવની પણ લગભગ 35 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. રાજબલી આરએસએસ સાથે સંકળાયેલા હતા. પ્રમોદની હત્યા રાજકીય અદાવતના કારણે થઈ કે અન્ય કોઈ કારણ ? આ અંગે પોલીસ હજુ કંઈ બોલી રહી નથી. અધિકારીઓનું કહેવું છે કે તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina