ભારતીય ટીમના ફાસ્ટ બોલર આ અઠવાડિયામાં લગ્નના તાંતણે બંધાશે જસપ્રીત બુમરાહ ? BCCIએ જણાવ્યુ ક્રિકેટથી બ્રેક લેવાનું કારણ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ જ કારણથી તેને અંતિમ ટેસ્ટમાં નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બુમરાહને ટી-20 સીરીઝ માટે પહેલા જ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ત્રણ મેચોની વનડે સીરીઝમાં પણ નહીં રમી શકે.જસપ્રીત બુમરાહના લગ્ન કોના સાથે થવાના છે તેની જાણકારી હજી સુધી મળી શકી નથી.

સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે કે, બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. એવામાં લગ્ન સાથે જોડાયેલી તૈયારીઓ માટે તેણે બ્રેક લીધો છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, લગ્ન ક્યારે અને ક્યાં થશે. માનવામાં આવે છે કે લગ્ન અમદાવાદમાં જ થશે.

તમને જણાવી દઇએ કે, ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી પાંચ મેચોની ટી-20 સીરિઝ રમાશે. તે બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરિઝ રમાશે. વન ડે સીરિઝ 23 માર્ચથી શરૂ થશે.

બુમરાહે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં માત્ર 2 મેચ રમી હતી. ચેન્નાઇમાં થયેલી પહેલી ટેસ્ટમાં બુમરાહે ઘણી ઓવર સુધી બોલિંગ કરી હતી પરંતુ તે સફળ થઇ શક્યો ન હતો. તે બાદ બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહે અમદાવાદમાં થયેલ ડે-નાઇટમાં ટેસ્ટમાં વાપસી કરી હતી.

બોર્ડેે કહ્યુ હતુ કે, બુમરાહે કોઇ નજીકના કારણસર ચોથા ટેસ્ટ પહેલા આગ્રહ કર્યો હતો કે, તેને ભારતીય સ્ક્વોર્ડથી રિલીઝ કરવામાં આવે. તે આધાર પર ફાસ્ટ બોલરને રિલીઝ કરવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરિઝ બાદ ભારતીય ખેલાડીઓ આઇપીએલમાં વ્યસ્ત થઇ જશે. બાદમાં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ઇંગ્લેન્ડથી ટેસ્ટ સીરિઝ થવાની છે. આ સાથે જ આ વર્ષે ભારતમાં ટી20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે.

Shah Jina