ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે કરી લીધા ખાનગીમાં જ લગ્ન, તસવીરો થઇ ગઈ વાયરલ, જુઓ તમે પણ

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ પોતાના લગ્નને લઈને ટીમથી દૂર છે. ત્યારે તેના લગ્નને લઈને ઘણી બધી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી આવી છે. પરંતુ આ બધી જ ચર્ચાઓનો અંત આજે આવી ગયો અને બુમરાહે લગ્ન પણ કરી લીધા છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ ચુકી છે.

જસપ્રીત બુમરાહ આજે ગોવામાં ટીવી પ્રેજેન્ટર સંજના ગણેશન સાથે આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં પોતાના સગા સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા છે.

બુમરાહ અને સંજનાના લગ્ન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કેટલાક નજીકના લોકો જ આ લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતા. બુમરાહ અને સંજના છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યા છે.

બુમરાહે આજે પોતાના લગ્નની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, સાથે જ એક ખુબ જ સુંદર કેપશન પણ તેને આપ્યું છે. બુમરાહે લખ્યું છે કે, “પ્રેમ જો તમને કાબિલ સમજે છે તો તમારી કિસ્મત બદલી નાખે છે.”

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

તેને આગળ લખ્યું છે કે, “પ્રેમે અમને ચલાવ્યા, અમે એકસાથે અમારી નવી સફરની શરૂઆત કરી રહ્યા છે. આજે અમારા જીવનનો સૌથી ખુશહાલ દિવસોમાંથી એક છે. અને અમે અમારા લગ્ન અને ખુશીની ખબર તમારી સાથે શેર કરી રહ્યા છે.”

બુમરાહની પત્ની સંજના એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા ઘણા સમયથી તે ઘણા જ ટુર્નામેન્ટનો ભાગ રહી છે. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સાથે જ સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી રહી છે. સંજના આઈસીસી વર્લ્ડ કપ 2019થી લઈને ઇન્ડિયન પ્રીમિયર લીગને પણ હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઈટ રાઈડર્સની એન્કર પણ રહી છે. સંજનાએ વર્ષ 2013માં ગોર્જીયસનો ખિતાબ પણ જીત્યો હતો.

Niraj Patel