ટીવી એક્ટ્રેસમાં સૌથી ક્યુટ ચહેરો અને કાતિલ સ્માઇલ, એક્ટ્રેસ જાસમીન ભસીન છે અલીની દીવાની

અલીની દીવાની છે ટીવીની સૌથી ક્યૂટ હિરોઈન જાસમીન, જુઓ બંનેની રોમેન્ટિક તસવીરો

ટીવી અભિનેત્રી જાસમીન ભસીન આજે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. “બિગબોસ 14″નો ભાગ રહેલી જાસમીન ભસીને “દિલ સે દિલ તક” “ટશન એ ઇશ્ક” “ફિયર ફેક્ટર-ખતરો કે ખિલાડી” જેવા શોમાં કામ કર્યુ છે. જો કે, તેને સૌથી વધુ પોપ્યુલારિટી “બિગબોસ”માં આવ્યા બાદ મળી છે.

અભિનેત્રી જાસમીન ભસીનને આજે કોઇ ઓળખની જરૂર નથી. એક દાયકાથી પણ નાના કરિયરમાં જાસમીન ભસીને ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તગડી ફેન ફોલોઇંગ છે.

જાસમીનનો જન્મ કોટા, રાજસ્થાનના એક સિખ પરિવારમાં 28 જૂન 1990ના રોજ થયો હતો. જાસમીને અભિનય સાથે સાથે મોડલિંગ પણ કરી છે. તે તેના ક્યુટ અંદાજ માટે હંમેશાથી ઘણી પોપ્યુલર રહી છે.

“બિગબોસ 14″માં જાસમીને તેના નેચરને કારણે દર્શકોનું દિલ જીત્યુ હતુ. ઘરમાં બધા સભ્યોમાં પણ વધારે લોકો વચ્ચે જાસમીન પસંદ કરવામાં આવી હતી. તેનું નાની નાની વાતોમાં ભાવુક થઇ જવુ અને કોઇની પણ તકલીફમાં પોતે પરેશાન થઇ જવું અને તેનો સ્વીટ તેમજ કાઇન્ડ નેચર શોમાં જોવા મળ્યો હતો.

જયાં “બિગબોસ 14″માં જાસમીને બધા ટાસ્કમાં તેનુ 100 ટકા પરફોર્મન્સ આપતી તેમ મ્યુઝિક વીડિયો અને ફોટોશૂટમાં પણ તે તેના કામને ખૂબ સારી રીતે નિભાવે છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા તેનું કેટલાક વર્ષ પહેલા જ અભિનય કરિયર શરૂ થઇ ગયુ હતુ. તેણે સાઉથ ફિલ્મોથી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તે વર્ષ 2011માં “વાનમ” ફિલ્મમાં જોવા મળી હતી. તે એક તમિલ ફિલ્મ હતી,

આ ઉપરાંત તે કન્નડ ફિલ્મ “કરોડપતિ”, મલયાલમ ફિલ્મ “બી અવેર ઓફ ડોગ્સ” અને તેલુગુ ફિલ્મ “વેટા”માં પણ જોવા મળી હતી. રિજિનલ સિનેમામાં કેટલીક જાહેરાતો કર્યા બાદ તેણે ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. અહીં તેને ઘણો બધો પ્રેમ અને શોહરત મળી.

અભિનેત્રીએ વર્ષ 2016માં ટીવી ધારાવાહિક “ટશન એ ઇશ્ક”થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તેમાં તે ટ્વિંકલ તનેજાના રોલમાં જોવા મળી હતી. અહીંથી તેણે તેની જગ્યા લોકો વચ્ચે બનાવવાની શરૂ કરી દીધી હતી.

કોટામાં જન્મેલી જાસમીન આજે કરોડોમાં રાજ કરે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર જાસમીનની કુલ નેટ વર્થ 1.5 મિલિયન છે એટલે કે તેની પાસે લગભગ 11 કરોડની સંપત્તિ છે. અભિનેત્રીએ આ કમાણી મોડલિંગ, જાહેરાત અને અભિનયથી કરી છે.

આ ઉપરાંત અભિનેત્રીનું મુંબઇમાં પોતાનું ઘર અને ગાડી વગેરે પણ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર જાસમીનને બિગબોસમાં એક સપ્તાહ રહેવા માટે સારી એવી ફીસ મળતી હતી. અભિનેત્રીએ એક સપ્તાહ માટે 3 લાખ ફીસ ચાર્જ કરી હતી.

એટલે કે તે જયાં સુધી ઘરમાં રહી ત્યાં સુધી હર સપ્તાહે તે 3 લાખ કમાણી કરી હતી. ઘરની અંદર તે તગડી ફીસ લેનારમાંની એક હતી.

ફેમસ ટીવી અભિનેત્રી જાસમીન ભસીન સોશિયલ મીડિયા ચાહકોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જાસમીન તેની પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે અભિનેતા અલી ગોનીને ડેટ કરી રહી છે.

જાસમીન અને અલીની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. બિગબોસ ઘરમાં તે પૂરી રીતે એકબીજાના રંગમાં રંગાતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે, જાસમીન તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે અલી સાથે આ દિવસોમાં ગોવામાં છે.

Shah Jina