નવાગામમાં લગ્નના બીજા જ દિવસે પત્નીના પ્રેમીએ પતિનું કાસળ કાઢી નાખ્યુ, બિચારા પતિનો એમાં શું વાંક?

બૈરાના લફરાંને લીધે બિચારો પતિ મર્યો…જસદણના નવાગામમાં ખેલાયો ખતરનાક ખેલ….

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર પતિ-પત્નીમાંથી કોઇને બીજા સાથે પ્રેમ થઇ જાય તો તેઓ પોતાના પાર્ટનરની હત્યા કરાવવા માટે કોઇ પણ હદ સુધી જતા હોય છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી નાખી. રાજકોટના જસદણમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હજી તો 15 ઓગસ્ટના રોજ જ નવાગામના કમલેશ ચાવડાએ વડીયાની કોમલ સાથે લગ્ન કર્યા હતા.

તસવીર સોજન્ય : દિવ્ય ભાસ્કર

કોમલને પહેલાથી જ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને કોમલના લગ્ન થતા યશવંત મકવાણાને ખાર ચઢ્યો હતો, જેને કારણે તેણે ગત રાત્રિએ એટલે કે 16 ઓગસ્ટના રોજ રાત્રે કમલેશના ઘરમાં ઘૂસી તેને છરીના 5 ઘા ઝીંકી નાખ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડી કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

Image source

મૃતકના પરિવારજનો જસદણ સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. જણાવી દઇએ કે, મૃતકના આ બીજા લગ્ન હતા. તેણે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી કોમલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશને ક્યાં ખબર હતી કે કોમલ સાથેના લગ્ન બાદ બીજા જ દિવસે તે મોતને ભેટશે. મૃતકના ભાઇએ આ ઘટનાની ફરિયાદ આટકોટ પોલીસ મથકમાં નોંધાવી છે અને આરોપી યશવંત વિરૂદ્ધ પોલીસે IPC કલમ 302, 447 અને એટ્રોસિટી કલમ 3 (2) (5) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

તસવીર સોજન્ય : દિવ્ય ભાસ્કર

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોમલને તેના ગામના યશવંત મકવાણા સાથે પ્રેમસંબંધ હતો અને તેને કારણે તે તેની સાથે જતી પણ રહી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ કોમલ ફરી માતા-પિતા પાસે પરત ફરી અને ત્યારે નવાગામના જ્ઞાતિના કમલેશ સાથે કોમલના 15 ઓગસ્ટના રોજ લગ્ન કરવામાં આવ્યા. જો કે, આ લગ્નથી રોષે ભરાયેલા યશવંત મકવાણાએ લગ્નના બીજા જ દિવસે એટલે કે 16 ઓગસ્ટના રોજ રાત્રે કમલેશના ઘરે જઈ તેને છરીના પાંચેક જેટલા ઘા ઝીંકી દીધા. જેને પગલે કમલેશનું મોત થયુ હતુ.

Shah Jina