ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ અને સગીરા પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સામાં એવું બનતુ હોય છે કે કોઇ મોટી ઉંમરનો વ્યક્તિ નાની ઉંમરની છોકરી કે સગીરાને પ્રેમજાળમા ફસાવી અને દુષ્કર્મ આચરતા હોય છે. હાલમાં આવો જ કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે. જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતા અને બે સંતાનના પિતાએ 16 વર્ષિય સગીરા સાથે મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યો હતો અને તેણે આવું વારંવાર કર્યુ હતુ. 6 મહિના સુધી તેણે આવું કરતા આખરે સગીરા કંટાળી હતી અને પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી. જે બાદ પોલિસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલિસે ફરિયાદ નોંધાયા બાદ હવસખોરને પકડી પાડી તેના સામે આઈપીસી કલમ-376(2-એન), 354(ઘ), જાતીય સતામણી ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012ની કલમ 4-6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતો જુનેદ ઈકબાલ કે જે પોતે 29 વર્ષનો છે અને તે બે બાળકોનો પિતા પણ છે. તેણે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી હતી.
16 વર્ષિય સગીરા જે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે જતી ત્યાં આ આરોપી 6 મહિનાથી આંટાફેરા મારતો અને સગીરાનો પીછો કરી તેને ફસાવી મોબાઈલ નંબર આપી શહેરના ગુજરાત ગેસ્ટ હાઉસ ખાતે મળવાના બહાને બોલાવી હતી, તે બાદ તેણે સગીરાની મરજી વિરુધ્ધ સબંધ પણ બાંધ્યો હતો. આવું તેણે વારંવાર કર્યુ અને આખરે સગીરા કંટાળી અને સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી, જે બાદ સગીરાના પિતાએ હિંમત દાખવી અને આ હવસખોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

જુનેદ ઈકબાલ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેણે પોતાની હવસનો શિકાર તેની દીકરીની ઉંમરની છોકરીને બનાવી અને આખરે હવે તેની સામે ફરિયાદ નોંધાયા બાદ હવે તે જેલના સળિયા પાછળ ધકેલાતયો હતો અને તેને કાયદાનું ભાન થયું હતું.

હાલમાં જ આવો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક NGOમાં કામ કરતી યુવતિને લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે સંબંધ બાંધ્યા અને આરોપીએ અંગત પળોનો વીડિયો પણ ઉતારી દીધો, જે બાદ તેે યુવતિને બ્લેકમેઇલ કરતો હતો.તેણે હવે લગ્નની ના પાડતા યુવતિએ આખરે સુરતના સલાબતપુરા પોલિસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલિસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી લીધી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, હાલમાં ભેસ્તાનમાં રહેતી યુવતિ કે જે 26 વર્ષની છે તે સામાજિક કાર્યકર છે અને તે સુરતના સલાબતપુરામાં NGO ચલાવે છે. આ યુવતિને યુવક કે જેનું નામ સમીર ઉર્ફે ઔવા યુસુફ શેખ છે તેણે પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર વાયદા કરી સંબંધ બાંધ્યા.

તેણે અંગત પળોનો વીડિયો અને તસવીરો ક્લિક કરી હતી. જે બાદ તેના આધારે આરોપી યુવતિને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. આરોપી અને યુવતિની મુલાકાત થોડા મહીના પહેલા થઇ હતી. આરોપી યુવતિની આફિસ પર એક કેસ લઇને કામ માટે આવ્યો હતો. ત્યારે યુવતિની ઓળખ સમીર સાથે થઇ. તે અવાર નવાર કોઇના કોઇ બહાને યુવતિની ઓફિસ પર આવતો અને એ માટે બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી.
જે બાદમાં પ્રેમમાં પરિણમી. સમીરે યુવતિને લગ્ન કરવાની લાલચ આપી અને વાયદા કરી તેની સાથે સંબંધ બાંધ્યા. આખરે કંટાળીને યુવતિએ સમીર વિરૂદ્ધ સલાબતપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલિસે યુવતિની ફરિયાદને આધારે યુવક પર ગુનો નોંધી તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ યુવક કાપડનો વેપાર કરે છે. તે લગભગ ગયા વર્ષે જૂન મહિનામાં યુવતિ પાસે એક સમસ્યા લઇને ગયો હતો અને તે બાદ બંનેનો પરિચય થયો હતો. કોઇ સમાજીક સમસ્યા લઇને યુવક યુવતિ પાસે ગયો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. અને એકબીજા સાથે વાત કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો. પોલિસે સમીરની અટક કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને હવે રીપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.