તાજેતરમાં એક જાપાની ટ્રાવેલ વ્લોગર કોકી શિશિદોએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો, જેમાં તેણે હાજમોલાનો પરિચય તેના કુટુંબીજનો, મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે કરાવ્યો. અને તેમના રિએક્શન અદ્ભુત હતા! વાયરલ વીડિયોમાં, વ્લોગરના દાદા-દાદીએ સૌથી પહેલા હાજમોલાની ગોળી ટ્રાય કરી. તેને મોઢામાં મૂક્યા પછી તેમની આંખો મિચાવતા જોવા મળ્યા. તેઓનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
યાદ છે તમારા બાળપણમાં તમે પૉપ રોક્સ, ગમીઝ અને ટેન્ગી કેન્ડીઝ જેવી વિવિધ પ્રકારની મીઠાઈઓનો આનંદ માણતા હતા? આ સ્વાદિષ્ટ વાનગીઓ ઘણીવાર એક દેશથી બીજા દેશમાં મોકલાય છે. હાજમોલા એક એવી વસ્તુ છે જે આજે પણ ભારતમાં ઘણા લોકો ખાય છે. નાની ગોળમટોળ આકારની પાચન ગોળીઓ મસાલેદાર અને ખાસ સ્વાદ ધરાવે છે. હાજમોલાના સ્વાદથી આપણે બધા પરિચિત છીએ. પરંતુ કલ્પના કરો કે કોઈ જાપાની વ્યક્તિ તેને પ્રથમ વખત ટ્રાય કરી રહ્યો છે.
વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, “મારા દાદા અને દાદા માટે માફી.” હાજમોલા ખાવાવાળામાં પછી તેમના મિત્રો હતા. તેમાંથી ઘણાએ “આહહહ” બૂમો પાડીને પ્રતિક્રિયા આપી. અન્ય લોકો પણ મસાલેદાર સ્વાદથી ચોંકી ગયા હતા.’સ્પાઈસી કરી રેસ્ટોરન્ટ’ ચલાવતા દંપતીને હાજમોલા ગોળી ખૂબ જ રસપ્રદ લાગી. વીડિયોના અંતે વ્લોગર 4 ગોળીઓ ખાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ હિટ બની ગયો છે. એક યુઝરે કહ્યું, “કોણ જાણતું હતું કે એક નાની ગોળી આવી પ્યારી પ્રતિક્રિયાઓનું કારણ બની શકે ? એવું લાગે છે કે હાજમોલાનો પ્રભાવ વાસ્તવિક છે!” બીજા યુઝરે કહ્યું, “એક વ્યક્તિએ હાજમોલાના રેગ્યુલર ફ્લેવરને સૌથી મસાલેદાર કહ્યો. હું તે સમયે 7 કે 8 વર્ષનો હતો, મેં માત્ર 2 દિવસમાં એક આખી બોટલ ખાધી.”
View this post on Instagram