અજબગજબ

આ જાપાનની હિરોઈને પહેલા 300 વંદા-તીડને દત્તક લીધા પછી ફ્રાઇ કરી એની સાથે જે કર્યું એ જોઈને ચીતરી ચડી જશે

સામાન્ય રીતે લોકો ઘરે કુતરા, બિલાડી, માછલી કે કાચબાને પેટ્સ તરીકે રાખે પણ શું ક્યારેય સાંભળ્યું છે કે જીવડાને પેટ્સ તરીકે કોઈએ રાખ્યું હોય? પરંતુ જાપાનની એક ફોટો એક્ટ્રેસ છે કે જેને 300 કીડા દત્તક લીધા હતા.

હા, જાપાનીઝ ફોટો એક્ટ્રેસ અરાકાવા મેઇ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે, સામાન્ય રીતે લોકો કુતરા કે બિલાડીને ઘરે રાખે જયારે આ ફોટો એક્ટ્રેસ પોતાના ઘરે કીડા-મકોડા જેમ કે વંદા, તીડ પોતાના ઘરે જ પાળે છે. અહેવાલ અનુસાર, અરાકાવાએ 300 વંદા-તીડ દત્તક લીધા હતા પણ એ ચર્ચામાં ત્યારે આવી જયારે એને આ કીડાને ફ્રાય કરીને નાસ્તાની જેમ ખાઈ ગઈ.

Image Source

26 વર્ષીય અરાકાવા એમ તો એક નર્સ છે, ખૂબ જ સુંદર પણ છે, પણ એને કીડા મકોડા એટલા પસંદ છે કે જેને જોઈને કોઈને પણ આશ્ચર્ય થઇ જાય. સામાન્ય રીતે દરેક છોકરીઓ કીડા-મકોડાથી દૂર ભાગતી હોય છે પણ અરાકાવાને કીડા-મકોડા ખૂબ જ પસંદ છે કે એ પાલતુ જાનવરની જેમ કીડા-મકોડા ઘરે રાખે છે.

Image Source

અરાકાવા યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કીડાઓની સાથે વિડીયો બનાવીને શેર કરતી રહે છે, પણ હવે સામે આવ્યું છે કે એ આને નાસ્તાની જેમ પણ ખાઈ રહી છે. કેટલી વિચિત્ર છોકરી છે! નર્સ એક પ્રિન્ટ મોડેલ અને ફોટો એક્ટ્રેસ તરીકે પણ કામ કરે છે. એ પોતાના વીડિયોમાં દાવા કરે છે એ કીડા-મકોડાના પ્રેમમાં પાગલ છે અને એમની સાથે રહીને પોતાને સુરક્ષિત અનુભવે છે.

Image Source

ઘણા લોકો એવા છે કે જે આ યુવતીના કીડાઓ પ્રત્યેના પેશનને જોઈને પ્રભાવિત થઇ જાય છે. તેને પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો શેર કરી છે. કેટલાક દિવસો પહેલા અરાકાવા પોતાના કીડાઓ સાથે સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહી હતી, ત્યારે એક વ્યક્તિએ એને સવાલ પૂછ્યો કે આખરે એ કીડાઓને આટલો પ્રેમ કેવી રીતે કરી લે છે, એને એમાં શું પસંદ છે? આના જવાબમાં અરાકાવાએ કહ્યું કે એ માત્ર એમને પાળતી જ નથી પણ એમાંથી કેટલાકને તો નાસ્તાની જેમ ખાઈ પણ જાય છે.

Image Source

એક અહેવાલ અનુસાર, અરાકાવા રિયાલિટી શો ‘ઓસ્ટ્રેલિયા’નો ભાગ પણ રહી છે અને આ શોથી જ તેને પ્રસિદ્ધિ મળી. અત્યાર સુધીમાં અરાકાવાએ અલગ-અલગ પ્રકારના 50 કીડા ખાવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અરાકાવા વીંછી પણ ખાઈ લે છે અને રેશમના કીડાની બનેલી એક સ્પેશિયલ ચા પીવાનો શોખ પણ ધરાવે છે.

Image Source

વંદા અને જીવડાંની ક્યુટનેસ તો તેની ભૂખ વધારે છે. જયારે એને વંદાના સ્વાદ વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે વંદા તેને ઝીંગાનો સ્વાદ યાદ કરાવે છે. ઠીક છે, પણ એવી કોઈ વ્યક્તિ – છોકરો કે છોકરી નહિ હોય કે જેને તેના આ યમ્મી ખાવાનું ટેસ્ટ કરવાની ઈચ્છા થાય!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.