BREAKING: પ્રધાનમંત્રી મોદીના ખાસ મિત્ર અને જાપાનના પૂર્વ PM પર થયો મોટો હુમલો, સીધા જમીન પર ઢળી પડ્યા

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર હુમલો, ભાષણ દરમિયાન મારી ગોળી

જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને છાતીમાં મારી બે ગોળી, ભાષણ દરમિયાન થયો હુમલો, શરીરથી લોહી વહેતુ દેખાયુ

જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને ગોળી મારી, નારા શહેરમાં ભાષણ દરમિયાન થયો હુમલો

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી વાગી છે. શિંજો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર હુમલો થયો હતો. તેમને એક વ્યક્તિએ છાતીમાં ગોળી મારી હતી. જાપાનના NHK વર્લ્ડ ન્યૂઝ અનુસાર, આબે ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોરને સ્થળ પરથી પકડી લેવામાં આવ્યો છે. શિંજો આબેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હાલમાં આબેની સ્થિતિ નાજુક છે કારણ કે તેમનુ ઘણું લોહી વહી ગયું હતું. મળતી માહિતી મુજબ, ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. હાલમાં, એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શિંજો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક આબે નીચે પડી ગયા. તેમના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિંજો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો અવાજ સાંભળ્યો હતો.

ઘાયલ થયા બાદ શિંજો આબેને એર એમ્બ્યુલન્સ દ્વારા એર-લિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. નાદુરસ્ત તબિયતના કારણે ઓગસ્ટ 2020માં તેમણે રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં રવિવારે ઉપલા ગૃહની ચૂંટણી યોજાવાની છે. આ માટે શિંજો આબે ત્યાં પ્રચાર કરી રહ્યા હતા. હુમલા પછી કેટલાક વીડિયો પણ સામે આવવા લાગ્યા છે.

જેમાં નાસભાગની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિંજો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને મિસ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

Shah Jina