ખબર

સૌરાષ્ટ્રના આ શહેરમાં જાપાનના યુવક-યુવતી બંધાયા હતા લગ્નગ્રંથીથી, જુઓ તસ્વીર એક ક્લિકે

આ લગ્ન એ 2 વ્યક્તિનો જ નહીં પરંતુ પરિવારનો સંબંધ છે. જયારે યુવક-યુવતી લગ્ન કરે છે ત્યારે તેની પાછળ તેના માતા-પિતાના સંબંધ વધી જાય છે.

Image Source

હાલ જયારે વિધિ અને રીત-રિવાજથી લગ્ન કરવાનું પ્રમાણ ઓછું થઇ રહ્યું છે ત્યારે વિદેશીઓમાં હિન્દૂ ર્રિત-રિવાજથી લગ્ન કરવાનો અભિગમ વધવા લાગ્યો છે. હાલમાં પોરબંદરમાં આ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો.

Image Source

જાપાનનું યુગલ હિન્દૂ રીત-રિવાજથી લગ્ન કરવાં માટે પોરબંદર આવી પહોંચ્યા હતા. પોરબંદરના કુછડીમાં આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે જાપાની યુવક અને યુવતીએ પોતાની પિશ્ચમી સંસ્કૃતિની બદલે વૈદિક પરંપરા પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ બંનેએ સાત ફેરા ફરીને એકબીજા સાથે આખી જિંદગી સાથે રહેવાનું વચન આપ્યું હતું. આ અનોખા લગ્નમાં જાપાનથી લોકો આવ્યા હતા.

Image Source

જાપાન સ્થિત યુવતી ચિઓરી અને યુવક કઝુયએ 27 તારીખેલગ્નગ્રંથીથી જોડાયા હતા આ કપલે કાઠિયાવાડ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જાપાનનો વરરાજાએ લકઝરીયસ કાર છોડીને બળદગાડામાં જાન લઈને પરણવા આવ્યા હતા. આ અનોખા લગ્નને નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતા.

Image Source

આ લગ્નમાં યુવતી ચિઓરીએ ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરીને આવી હતી. આ અનોખા લગ્ન દરમિયાન ગીતો પણ ગાવામાં આવ્યા હતા. આ લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, આ અનોખા લગ્નની કંકોત્રી ગુજરાતી અને જાપાનીઝ ભાષામાં છપાવી હતી.

Image Source

જાપાની યુવક અને યુવતી પરીવાર લગ્નની સાથે-સાથે સાંજીના ગીત, પીઠીની વિધિ અને દાંડીયા રાસ સહીતના પ્રસંગોની ઉજવણી કરી હતી. ત્યારબાદ હિન્દુ વિધિ પ્રમાણે જાપાની યુવક અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા.

Image Source

જાપાન સ્થિત તોશીયાકી અને માતા તેરુયો ઉરતીશીની પુત્રી ચિઓરીના લગ્ન જાપાન સ્થિત નોબારુ કુરુતા અને માતા એકો કુરુતાના પુત્ર કઝુય ભારતીય સંસ્કૃતિ મુજબ કરવામાં આવ્યા હતા.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.