જાણવા જેવું : ભારત રત્ન મળેલા લોકોને મળે છે આ જોરદાર સુવિધાઓ બિલ્કુલ મફત, વાંચો રસપ્રદ

0

આજે અમે વાત કરવાના છીએ આપણા દેશના સૌથી મોટા ગર્વની, સૌથી મોટા સન્માનની આ સન્માન એટલે ભારત રત્ન, શું તમે જાણો છો કોને મળે છે આ ભારત રત્ન, ક્યારે અને કેવા કામ માટે મળે છે આ સન્માન. આવો આજે આ બધી વિગતો તમને જણાવીએ. આજે જણાવેલ ૧૪ વિગતોમાં તમને દરેક માહિતી મળી જશે.

૧. ભારત રત્નની શરૂઆત એ ત્યારના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ૨, જાન્યુઆરી ૧૯૫૪માં થઇ હતી.

૨. ભારત રત્ન એ એ લોકોને મળે છે જેમણે કોઈપણ ક્ષેત્રમાં માનવતા માટેનું કોઈ સારું અને માનવતાનું કાર્ય કર્યું હોય.

૩. જયારે પણ ભારત રત્ન આપવામાં આવે છે ત્યારે તેમાં કોઈપણ પ્રકારની જાતી, સમાજ કે પછી ભાષાના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી. અત્યારસુધી ૪૫ લોકોને આ સન્માન મળ્યું છે અને આમાં ૪૦ પુરુષો અને ૫ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

૪. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ૨૬મી જાન્યુઆરીના દિવસે આ સન્માન આપવામાં આવે છે.

૫. બહુ પહેલા એવો નિયમ હતો કે જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પછી તેને આ ભારત રત્ન મળી શકે નહિ, પણ વર્ષ ૧૯૫૫ પછી મૃત્યુ પછી પણ આ સન્માન મળવા લાગ્યું. સૌથી પહેલા આ એવોર્ડ મેળવનાર વ્યક્તિ એ લાલ બહાદુર શાસ્ત્રી હતા. આજ સુધી ૧૨ લોકોને મૃત્યુ પછી પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

૬. આજ સુધી બીજા કોઈપણ ક્ષેત્ર કરતા સૌથી વધુ ભારત રત્ન એ નેતાઓને મળેલ છે એમાં પણ ૧૫ તો કોંગ્રેસના નેતાને મળેલ છે અને એમાં પણ ૩ તો નેહરુ પરિવારના સભ્યોને જ મળેલ છે.

૭. પ્રધાનમંત્રી એ ભારત રત્ન માટે રાષ્ટ્રપતિ પાસે સિફારિશ મોકલતા હોય છે. પણ ઘણીવાર તેઓ બીજા કોઈને નહિ પણ પોતાને જ ભારત રત્ન મળે એવું ઈચ્છે છે. જેમકે જવાહરલાલ નેહરુને અને ઇન્દિરા ગાંધીને પોતાના કાર્યકાળ દરમિયાન જ આ સન્માન આપવામાં આવ્યું હતું.

૮. ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારે ભારત રત્ન આપવાનો બંધ કરી દીધો હતો પણ વર્ષ ૧૯૮૦થી આની ફરીથી શરૂઆત કરવામાં આવી હતી તે સમય દરમિયાન કોંગ્રેસની સરકાર હતી.

૯. સુભાષ ચંદ્ર બોસને તેમના મૃત્યુ પછી વર્ષ ૧૯૯૨માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો પણ પછી પરત પણ લઇ લીધો હતો.

૧૦. એવો કોઈ નિયમ નથી કે ભારત રત્ન એ ફક્ત ભારતીય નાગરિકતા ધરાવતા લોકોને જ મળશે આજ સુધી બે વિદેશી વ્યક્તિઓને પણ આ સન્માન મળી ચુક્યું છે. પહેલા ૧૯૮૭માં અબ્દુલ ગફ્ફાર અને બીજું આફ્રિકાના જન નેતા નેલ્સન મંડેલા ને આ સન્માન ૧૯૯૦માં આપવામાં આવ્યું હતું.

૧૧. એક વર્ષમાં વધુને વધુ ૩ વ્યક્તિને આ ભારત રત્ન આપવામાં આવે છે અને એવું પણ જરૂરી નથી કે દર વર્ષે આ સન્માન કોઈને આપવું જ પડે. વર્ષ ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૭, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૩, ૧૯૭૪, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૭૯, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૮૯, ૧૯૯૩, ૧૯૯૪, ૧૯૯૫ અને ૧૯૯૬ આ એવા વર્ષ છે જેમાં ક્યારેય કોઈને ભારત રત્ન આપવામાં આવ્યું નથી.

૧૨. ભારત રત્નને વ્યક્તિના નામ સાથે પદવી તરીકે ઉપયોગ કરી શકતો નથી.

૧૩. ભારત રત્ન સાથે પૈસા આપવામાં આવતા નથી. તેની સાથે ફક્ત રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર મળે છે. તેની સાથે એક મેડલ મળે છે આ મેડલની કિમત એ લગભગ ૨,૫૭,૭૩૨ રૂપિયા છે.

૧૪. જે પણ વ્યક્તિને ભારત રત્ન મળે છે તેમને બીજી અનેક સુવિધાઓ મળતી હોય છે.

  • જીવનભર ઇન્કમ ટેક્સ નથી ભરવો પડતો.
  • જીવનભર ભારતીય રેલમાં ફર્સ્ટ ક્લાસની મુસાફરી અને એર ઇન્ડિયાની ફર્સ્ટ ક્લાસની મુસાફરી મફત કરવા મળે છે.
  • સંસદની બેઠક અને તેના સત્રમાં ભાગ લેવાની પરમીશન
  • કેબીનેટ રેન્કના સમાન સ્થાન મળે છે.
  • જરૂરત પડે તો z – grade સિક્યુરિટી પણ મળી શકે છે.
  • VVIP જેટલું માન સન્માન મળે છે.
  • દેશમાં કોઈપણ રાજ્યમાં તેઓ જાય ત્યાં રાજ્ય સરકાર દ્વારા તેમને ગેસ્ટ સ્ટે માટેની વ્યવસ્થા મળતી હોય છે.
  • વિદેશ યાત્રા દરમિયાન જે તે સન્માનિત વ્યક્તિને ભારતીય દૂતાવાસ તરીકે બની શકે એટલી સુવિધાઓ મળે છે.

તમારા દરેક મિત્રો સાથે આ રસપ્રદ અને જાણવા જેવી વાત શેર જરૂર કરજો. નિયમિત આવી અનેક પોસ્ટ માટે જોડાયેલા રહો અમારી સાથે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

pending che
એક આઠ વર્ષની નિખાલસ અને ગરીબ બાળકી એક બુક સ્ટોર પર જાય છે અને એક દસ રૂપિયાની નોટ અને એક પેન્સિલ ખરીદે છે અને પછી ત્યાં ઉભી રહીને દુકાનદારને કહે છે કે અંકલ એક કામ તમે કરશો?દુકાનદાર અંકલ બોલ્યા કે શું કામ છે

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here