જ્યોતિષ શાસ્ત્ર

આજથી શરૂ થતા નવા વર્ષના પહેલા મહિનાના તહેવાર અને વ્રતો વિશે વિસ્તારથી માહિતી, ક્લિક કરીને વાંચો

આજથી 2019વર્ષમાંને વિદાય આપી આપણે અંગ્રેજીનાં નવા વર્ષ 2020માં પ્રવેશી ગયા. નવા વર્ષની શરૂઆત સાથે આવતા તહેવારોને ઉજવવા માટે પણ આપણે ઉત્સુક હોઈએ છીએ તો આ નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં જ અમે તમારા માટે આવતા તહેવાર અને વ્રતો વિશે તમને માહિતગાર કરીશું.

Image Source

આજરોજ પહેલી જાન્યુઆરી છે આ દિવસે તો દુનિયાભરમાં ઉત્સવનું વાતાવરણ છવાયેલું રહેશે જ, ગઈકાલ રાત્રેથી જ સમગ્ર દુનિયામાં આતીશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું જેનો ઉત્સવ આજે આખા દિવસ સુધી છવાયેલો રહેવાનો છે.

Image Source

2 જાન્યુઆરી: (ગોવિંદસિંહજી જન્મ જ્યંતી)
બીજી જાન્યુઆરીના રોજ ગુરુ ગોવિંદસિંહજી જન્મ જ્યંતી છે.

3 જાન્યુઆરી: (દુર્ગાષ્ટમી)
આ દિવસે દુર્ગાષ્ટમી છે, ઘણા લોકો આ દિવસે વ્રત કરતા હોય છે.

6 જાન્યુઆરી: (પૌત્રદા એકાદશી)
પોષ માસના શુક્લપક્ષની એકાદશી એટલે કે પૌત્રદા એકાદશી, જે સ્ત્રી પુત્ર સુખથી વંચિત હોય છે એવી સ્ત્રીઓ આ એકાદશીના દિવસે વ્રત કરે છે તો તેને પુત્રપ્રાપ્તિ થાય છે.

Image Source

10 જાન્યુઆરી: (પોષી પૂર્ણિમા)
પોષી પૂર્ણિમાંનું ગુજરાતમાં ઘણા સ્થળોએ મહત્વ રહેલું છે, ઘણા મંદિરોમાં બાળક જયારે નાનપણમાં બોલવા નથી શકતું ત્યારે તેની માનતા રૂપે બોર ઉછાળવાની માનતા માનવામાં આવે છે જે પોષી પૂનમના દિવસે લોકો પૂર્ણ કરે છે, નડીઆદના સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાએ મેળા જેવું આયોજન હોય છે. આ દિવસે અંબાજી પ્રાગટ્યોત્સવ પણ છે.

13 જાન્યુઆરી: (સંકટ ચોથ)
સંકટ ચોથનું ગુજરાતમાં ઘણું મહત્વ માનવામાં આવે છે, ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરતા હોય છે સાથે ગણપતિના મંદિરે દર્શન કરવા જવાની માનતા પણ રાખતા હોય છે.

14 જાન્યુઆરી: (મકરસંક્રાંતિ)
ગુજરાતીઓને બીજો સૌથી ગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ દિવસે આવે છે, સાથે જ આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે  લોકો ગાયને ઘુઘરી ખવડાવી તેમજ ગાયને કંઈપણ ખવડાવી અને દાન પુણ્ય કરવામાં માને છે.

Image Source

15 જાન્યુઆરી: (વાસી ઉત્તરાયણ)
આ દિવસે પણ ઉત્સાહ ઉત્તરાયણ જેવો જ હોય છે. ગુજરાતીઓ આ દિવસે ખુબ જ મઝા કરે છે, પતંગ ચગાવે છે અને હર્ષોલ્લાસ સાથે આજના દિવસને પણ ઉત્તરાયણ માફક જ ઉજવે છે.જેમ ગુજરાતમાં આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ તેમ જ તામિલનાડુમાં આ દિવસે પોંન્ગલનો તહેવાર ઉજવવામાં આવે છે.

20 જાન્યુઆરી: (શટતલા એકાદશી)
આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું માહત્મ્ય વિશેષ છે, આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરે છે, તેથી આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘણા જ લાભ થતા હોવાનું માનવામાં આવે છે.

22 જાન્યુઆરી: (પ્રદોષ વ્રત)
શિવ-પાર્વતીને સમર્પિત થતું આ વ્રત કરવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે એવું માનવામાં આવે છે.

Image Source

26 જાન્યુઆરી: (પ્રજાસત્તાક દિવસ)
આ દિવસે આખો દેશ દેશભક્તિના રંગે રંગાયેલો હોય છે, 26 જાન્યુઆરીના દિવસે જ  બંધારણ અમલમાં આવ્યું હતું જેથી આ દિવસે લોકોમાં દેશ પ્રેમને લઈને મોટો ઉત્સાહ જોવા મળે છે.

30 જાન્યુઆરી: (વસંત પંચમી)
આ દિવસ ગુજરાતમાં ખુબ જ ખાસ હોય છે કે કારણ કે આખા વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્નો વસંત પંચમીના દિવસે જ થતા હોય છે, આજના દિવસે વસંત ઋતુનું પણ આગમન થાય છે તે સાથે એ દિવસે લગ્નોના શુભ મુહૂર્ત પણ વધારે હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.