રસોઈ

જાણો પાવ બ્રેડ બનાવાની રેસિપી…હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાવ – નોંધી લો રેસિપી

પાવ બ્રેડનો ઉપીયોગ આપણે વડા પાવ કે પાવ ભાજી માં પ્રયોગ કરીયે છીએ. ફ્રેશ પાવ નાશ્તામાં માખણની સાથે, ચટણી કે જામ સાથે પોતપોતાની પસંદ અનુસાર ખાઈ શકીયે છીએ. જો તમને બજારમાં પાવ બ્રેડ ન મળે તો તમે તેને ઘરેથી પણ બનાવી શકો છો. આજે અમે તમને પાવ બ્રેડ બનાવા માટેની રેસિપી જણાવીશું.આવશ્યક સામગ્રી:

મેંદા નો લોટ-250 ગ્રામ, ઘી કે તેલ-2 ટેબલ સ્પૂન, નિમક-અળધી નાની ચમચી, ખાંડ-2 નાની ચમચી, અળધો કપ-દૂધ, યીસ્ટ-બે નાની ચમચી

બનાવાની રીત:સૌ પહેલા દૂધને ગરમ કરો, સુકાયેલી યીસ્ટ ના દાણા અને ખાંડને નવશેકા દૂધ માં નાખો અને તેને 5-10 મિનિટ સુધી ઢાંકીને રાખો. અળધો કપ નવશેકું પાણી લો.

મેંદા અને નિમક ને એક વાસણમાં ચાળી લો, ઘી કે તેલ નાખીને સારી રીતે મિલાવી લો. હવે આ મેંદા માં યીસ્ટ વાળું દૂધ નાખીને લોટ બાંધવાનું શરૂ કરો, અને આવશ્યકતા અનુસાર નવેશેકું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા રહો. લોટ ને 5 થી 6 મિનિટ સુધી અલટ પલટ કરતા રહો અને તેને ચીકણો બનાવો. લોટને ત્યાં સુધી મસળતા રહો જ્યાં સુધી તે ચીકણો ન બને.

કોઈ ઊંડા વાસણમાં લોટ ને તેલ થી ચીકણો કરીને રાખો. વાસણને ગરમ જગ્યા પર મોટા ટુવાલથી ઢાંકીને રાખો.

2 થી 3 કલાક પછી લોટ ફૂલીને લગભગ બે ગણો થઇ જશે, ફરીથી લોટને મસળી ને ઠીક કરો. લોટ ને હવે બરાબર 9 ભાગમાં વહેંચીને તેના 9 ગોળા બનાવો અને તેને ઓવનમાં 210 તાપમાન પર મુકો અને તેને 20 મિનિટ માટે સેટ કરી દો. સમય સમાપ્ત થયા પછી પાવ ને ચેક કે કરી જુઓ. જો ઉપર બ્રાઉન ક્રસ્ટ જોવા મળે તો સમજો કે તમારા પાવ બની ગયા છે બાકી તે હાજી પણ બરાબર પાક્યા નથી. જો તેમાં બ્રાઉન ક્રસ્ટ નથી આવ્યું તો તેને 5 મીનીટ વધારે 180 તાપમાન પર સેટ કરીને બેક કરવા માટે મૂકી દો.

હવે પાવની ઉપર માખણ લગાવી દો જેથી તેનો ક્રસ્ટ એકદમ ફ્રેશ અને મુલાયમ બની રહે.

હવે તમારા પાવ બેક થઇ ગયા છે, જેને તમે માખણ કે જામ લગાવીને ખાઈ શકો છો કે પછી મોટા પાવ ને પાઉંભાજી ના રૂપે કે વડાપાંવ બનાવીને પણ ખાઈ શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ