જાણો મર્યા પછી શા માટે મૃતકનો જલ્દી કરી નાખવામાં આવે છે અગ્નિ સંસ્કાર, રહસ્ય જાણીને ચોંકી જશો

0

મૃત્યુ એ જીવનની એવી વાસ્તવિકતા છે કે જેને કોઈ ઇચ્છવા છતાં પણ નકારી નથી શકતા. આ ધરતી પર જે જીવ આવ્યો છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. કારણ કે જયારે જીવનો જન્મ થાય છે ત્યારે જ નક્કી થઇ ગયું હોય છે કે એનું મૃત્યુ પણ થશે જ. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ વહેલા કે મોડા થવું નિશ્ચિત હોય છે. એવામાં જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવા પડે છે.

જો કોઈની મૃત્યુ થઇ જાય છે તો લોકો તે જલ્દીમાં રહેતા હોય છે કે બને તેટલું જલ્દી તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. વિશેષ પરિસ્થિતિઓને છોડીને લોકો જલ્દી આ કામ પતાવવા માગતા હોય છે. પણ તેના અંતિમ સંસ્કારની જલ્દી તેના પરિવારના લોકો કરતા આસપાસના પાડોશીઓને વધુ રહેતી હોય છે. પણ શું તમને ખબર છે કે એવું શા માટે હોય છે કે મૃત્યુ પછી વ્યક્તિનો બને એટલું જલ્દી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે? શા માટે આ કામમાં વધુ વાર ન કરવી જોઈએ? તેની પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર હશે જ. માટે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છે કે મૃત્યુ પછી લોકોને મૃતદેહને ઠેકાણે લગાવવાની જલ્દી શા માટે રહેતી હોય છે.

Image Source

ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યાં સુધી કોઈના ઘરમાં મૃત વ્યક્તિની લાશ પડેલી હોય છે ત્યાં સુધી ઘરમાં પૂજા કરવામાં નથી આવતી. સાથે જ પુરાણના અનુસાર લોકો પોતાના ઘરોમાં રાંધતા પણ નથી. એટલે કે આ સ્થિતિમાં કોઈપણ શુભ કામ ન થઇ શકે. સાથે જ શવ રહેવા સુધી વ્યક્તિ સ્નાન પણ ન કરી શકે. જ્યા સુઘી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી લોકો શવની દેખભાળ કરે છે કેમ કે જો કોઈ જાનવર તેને સ્પર્શ કરી લે તો તે અશુભ માનવામાં આવે છે.

Image Source

અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મરનાર અને ઘરના લોકો એમ બંનેને થાય છે. દુષ્ટ કે પાપી વ્યક્તિના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવાથી તેની દુર્ગતિ નથી થતી. મર્યા પછી તેની આત્માને પણ શાંતિ મળે છે. અંતિમ સંસ્કારના સમયે મૃતકના હાથ-પગ બાંધી નાખવામાં આવે છે આવું એટલા માટે કેમ કે શરીર પર કોઈ પિશાચ કબ્જો ન કરી શકે. સાથે જ સળગાવવાના સમયે હંમેશા ચંદન અને તુલસીના લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે આ લાકડાને શુભ માનવામાં આવે છે અને તેનાથી દુર્ગતિથી બચી શકાય છે. સનાતન ધર્મ અનુસાર વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ હોવા સુધી 16 સંસ્કાર જણાવામાં આવ્યા છે. 16મુ સંસ્કાર તેમાનું છેલ્લું સંસ્કાર છે જેને અંતિમ સંસ્કાર પણ કહેવામાં આવે છે. આ સંસ્કારમાં વ્યક્તિની છેલ્લી વિદાઈ, દાહ-કર્મથી લઈને ઘરની પુનઃ શુદ્ધિ સુધી કરવામાં આવતી દરેક ક્રિયા-કલાપનો સમાવેશ હોય છે.

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત થયા પછી નથી થતા અંતિમ સંસ્કાર:

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત પછી પણ અગ્નિ સંસ્કાર આપવામાં નથી આવતો. અને જો મૃત્યુ સૂર્યાસ્ત પછી થઇ છે તો તેને પછીની સવારે અગ્નિ દાહ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર કરવાથી વ્યક્તિની આત્મા પરલોકમાં ભટકે છે અને આવનારા જન્મમાં પણ તેના શરીરના કોઈ અંગ માં દોષ હોઈ શકે છે.

Image Source

કાણાવાળા માટલામાં પાણી ભરીને શવની પરિક્રમા:

અગ્નિ સંસ્કારના સમયે એક કાણાવાળા માટલામાં પાણી ભરીને ચિતા પર રાખેલા શવની પરિક્રમા કરવામાં આવે છે અને છેલ્લે પાછળની તરફ માટલાને પછાડીને ફોડી નાખવામાં આવે છે. આવું એટલા માટે કેમ કે તેનાથી મૃત વ્યક્તિની આત્માના તેના શરીરથી મોહ ભન્ગ થઇ જાય. આ ક્રિયામાં એક બીજું રહસ્ય પણ છુપાયેલું છે, જીવન એક કાણાવાળા માટલાની જેમ છે જેમાં આયુષ્ય રૂપી પાણી ટપકતું રહે છે અને છેલ્લે જીવાત્મા બધું જ છોડીને ચાલ્યો જાય છે અને જીવન સમાપ્ત થઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે જીવાત્મા. મૃત વ્યક્તિના પિંડ દાન થાય છે.

અંતિમ સંસ્કારના સમયે મૃત વ્યક્તિના પરિવારના પુરુષ પરિજનો મુંડન કરાવે છે:

Image Source

આ ક્રિયા મૃત વ્યક્તિના પ્રતિ પરિજનોને શ્રદ્ધા વ્યક્ત કરવાનું સાધન તો છે જ, પણ તેનો અર્થ એ પણ છે કે હવે તેઓના ઉપર જવાબદારી આવી ગઈ છે. અગ્નિ સંસ્કાર પછી 13 દિવસો દૂધી મૃતકના પિંડ દાન કરવામાં આવે છે જેનાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ અનુસાર એ પણ કહેવામાં આવ્યું છે કે દેહ સંસ્કારના સમયે મૃતકનું માથું કઈ દિશામાં હોવું જોઈએ, ક્યારે રડવું જોઈએ, ક્યારે અસ્થિ સંચય કરવા વગેરે. માટે આ પ્રકિયાને પૂરું કરવા માટે કોઈ યોગ્ય પંડિતને રાખવા જરૂરી છે. લોકો અંતિમ સંસ્કારના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરી શકતા જેના લીધે ઘણી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. જો કે મૃતકના નાના કોઈ ચિતાને અગ્નિ આપી શકે છે સાથે જ ભાઈ, ભત્રીજો, વગેરે પણ આ કામ માટે યોગ્ય છે. અને જો આમાના કોઈ ન હોય તો પત્ની કે દીકરી પણ ચિતાને અગ્નિ આપી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here