જીવનશૈલી હેલ્થ

જાણો મહિલાઓને પગમાં માછલી પહેરવાનું શું છે કારણ, થાય છે આ લાભ, જાણો વિગતે…

પગમાં પહેરવામાં આવતું આ આભુષણ છે ખુબ જ ખાસ. કોઈ પુરુષને જોઇને આ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે પરિણીત છે કે અપરિણીત. પણ કોઈ પરિણીત મહિલાને ઓળખવી ખુબ સામાન્ય વાત છે. એક પરિણીત મહિલા મંગલસૂત્ર, સિંદુર, બંગડીથી લઈને લગભગ બધા જ આભૂષણ પહેરતી હોય છે. આપણે બાળપણથી જ આપણી માતાથી લઈને ભાભીઓને પણ આવી જ રીતે જોયેલા છે. આ દરેક વસ્તુઓને સુહાગની નિશાની માનવામાં આવે છે.

Image Source

પણ શું તમે જાણો છો કે આ બધી માત્ર સુહાગની નિશાની જ નથી પણ તેની પાછળ ઘણા વૈજ્ઞાનીક કારણો પણ છુપાયેલા છે. આજે અમે આ બધાની તો નહિ પણ પગમાં માછલી પહેરવાથી થતા વૈજ્ઞાનિક લાભ વિશે કહેવા જઈ રહ્યા છીએ. તમે નોટીસ કર્યું હોય તો ઘણા એવા રાજ્યોમાં પરિણીત મહિલાઓ માટે પગમાં માછલી પહેરવી પણ સુહાગની નિશાની માનવામાં આવે છે.

જો કે આજકાલ ફેશન ટ્રેન્ડના ચાલતા કોઈની પણ પગની આંગળીમાં માછલી પહેરેલી જોવા મળશે. પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો અંગુઠાની બાજુની આંગળીમાં માછલી પહેરવામાં આવે છે. બંને પગમાં માછલી પહેરવાથી એનર્જી બેલેન્સ રહે છે.

Image Source

ચાંદીને એનર્જીનું એક સારું એવું માધ્યમ માનવામાં આવે છે. પગમાં માછલી પહેરવાથી તે પૃથ્વીની ધ્રુવીય ઉર્જાને ઠીક કરીને શરીર સુધી પહોંચે છે. તેમાં પૂરું શરીર તાજાગી ભરેલું રહે છે. ચાંદી તમારા શરીર માટે લાભદાઈ છે તેવામાં ચાંદીની માછલી પહેરવાથી ઘણા ખરા ફાયદાઓ થાય છે. માટે મોટાભાગે ચાંદીની માછલી પહેરવાનું જ રાખો.

તમને કદાચ એ જાણીને હેરાની લાગશે કે, પણ માછલી પહેરવાનો સીધો જ સંબંધ ગર્ભાશય સાથે છે. વિજ્ઞાન પ્રમાણે પગના અંગુઠા તરફથી બીજી આંગળીમાં એક વિશેષ નસ હોય છે, જે ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. તે ગર્ભાશયને નિયંત્રિત કરે છે. રક્તપાચને સંતુલિત કરીને તેને સ્વસ્થ રાખે છે.

Image Source

આયુર્વેદ અનુસાર મહિલાઓમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે માછલી મહત્વ પૂર્ણ છે. કેમ કે તેને પહેરવાથી સાઈટીક નર્વની એક નસ દબાતી હોય છે, જેનાથી આસપાસની બીજી નસોમાં રક્તનો પ્રવાહ વધી જાય છે. તેનાથી યુટેરસ, બ્લૈડર અને આંતરડા સુધી રક્તનો પ્રવાહ વધે છે.

માછલી પહેરવાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા વધી જાય છે. પગમાં માછલી પહેરવી પ્રજનન વધારવામાં ખાસ ભૂમિકા નિભાવે છે. માછલી પહેરવાથી માસિક ધર્મ સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ ઓછી થવા લાગે છે. સાથે જ માસિક ધર્મ પણ નિયમિત બની જાય છે.

Image Source

પગની બીજી આંગળીનીનો સંબંધ ગર્ભાશય સાથે છે જે હૃદય થી થઈને નીકળે છે. તેવામાં માછલી પહેરવાથી હૃદયની ગતિ પણ નિયમિત રહે છે. માછલી પહેરવાથી શરીરની દરેક નસો અને માંસપેશીઓ સારી રીતે કામ કરવા લાગે છે. જેને કારણે તણાવ પણ દુર થઇ જાય છે. સાથે જ આરામની અનુભૂતિ થાય છે. અને એનર્જી પણ મળે છે.