ખબર

નવરાત્રી સ્પેશિયલ: જાણો કેવી રીતે સિંહ બની ગયો મા દુર્ગાનું વાહન

નવરાત્રીના નવ દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. કેટલાક લોકો કન્યા ભોજ પણ કરાવે છે.

નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દેવીના જુદા-જુદા રૂપોની પૂજા થાય છે. આ દેવીના જુદા-જુદા અવતાર છે. દેવના આ નવ રૂપ અલગ-અલગ સિદ્ધિઓ આપે છે. આ નવ રૂપોમાં મહાગૌરીથી લઈને કાલરાત્રિ સુધીના નવ રૂપો છે. આ બધા જ રૂપોની પૂજાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

Image Source

જોકે, દરેક માતાના સ્વરૂપ અલગ અલગ છે. પરંતુ સિંહ પર સવાર માતાની છબી હંમેશાં ભક્તોના હૃદયમાં વસી જાય છે. માતા સિંહ પર સવાર છે એ તો આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ઘણા લોકો આનું કારણ જાણતા નથી. કેમ મા દુર્ગા સિંહ પર જ સવાર છે? જો તમે આ હકીકતથી હજી અજાણ છો, તો ચાલો આજે અમે તમને તેની દંતકથા જણાવીએ.

Image Source

માતા દુર્ગાનું હૃદય ખૂબ જ કોમલ છે અને જેણે તેમની સાચ્ચા હૃદયથી પૂજા કરી છે તેની દરેક ભૂલને માતા માફ કરી દે છે. જેનું હૃદય સૌમ્ય અને પ્રેમાળ હોય એવી માતા દુર્ગાનું વાહન ક્રૂર પ્રાણી કેવી રીતે હોઈ શકે? ઘણી વખત મનમાં આવો પ્રશ્ન થતો જ હશે. સાચું ને?  આમ જોઈએ તો ભગવાન શિવ, ગણેશજી અને અન્ય કોઈ પણ હિન્દુ દેવતાઓને મળેલા વાહન પાછળ એક રસપ્રદ કહાની જોડાઈ જ છે. છે. આજે અમે તમને નવરાત્રી પ્રસંગે દેવી દુર્ગા અને તેમના વાહન સિંહ સાથે સંકળાયેલ દંતકથા વિશે વાત.

Image Source

પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કડક તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન શિવ દેવી પાર્વતીની કઠોળ તપસ્યાથી માતા પાર્વતી પર પ્રસન્ન થયા. આ તપસ્યાથી ભગવાન શિવ તો મળી ગયા પરંતુ તેમનો વાન કાળો થઈ ગયો. એવામાં એક દિવસ માતા અને અહિવ બેઠા બેઠા મજાક કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીના રંગની મજાક કરી જે દેવી પાર્વતીને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે  કૈલાશ છોડીને જંગલમાં જતાં રહ્યા છે.

Image Source

જંગલમાં જઈને માતા પાર્વતી કઠોર તપમાં લીન થઈ ગયા. તપસ્યામાં લીન પાર્વતીને જોઈને એક ભૂખ્યો સિંહ માતા પાર્વતીને ખાવાની ઇચ્છાથી ત્યાં આવ્યો અને એક ચમત્કાર થયો. જેવુ નજીક થઈને માતાને જોયા કે તરત જ સિંહ ચૂપચાપ માતા પાસે આવીને બેસી ગયો. અને માતાને વર્ષો સુધી જોયા જ કર્યા. જ્યારે પાર્વતીએ કઠોર તપ કરવાનું ચાલુ જ રાખ્યું. ખરેખર દેવી પાર્વતીએ એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તે ગોરા નહી થાય ત્યાં સુધી તે કઠોર તપ ચાલુ જ રાખશે. એવામાં ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતાને ગોરા થવાનું વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા.

આ પછી માતા પાર્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરતી વખતે માતાના શરીરમાંથી બીજી એક દેવી માતાનું શરીર પ્રગટ થાય છે. અને ત્યારે જ દેવી પાર્વતી ગોરી થઈ જાય છે. જેના કારણે માતાનું નામ ગૌરી પડ્યું. અને કાળા સ્વરૂપમાં બીજી દેવી જે પ્રગટ્યા તેમનું નામ કૌશિકી પડ્યું.

Image Source

જ્યારે દેવી સ્નાન કર્યા પછી બહાર આવ્યા અને જોયું કે બહાર એક સિંહ બેઠો હતો અને તે ધ્યાનથી માતાને જોઈ રહ્યો હતો. ત્યારે દેવી પાર્વતીને ખબર પડે છે કે આ સિંહ તેમના તપમાં તેમની સાથે હતો. ત્યારે દેવી પાર્વતીએ સિંહની ભક્તિ જોઈને તેને પોતાનું વાહન બનવાનું વરદાન આપ્યું. ત્યારથી માતા પાર્વતીનું વાહન સિંહ બની ગયો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.