ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી

જાણો કેટલી ભણેલી ગણેલી છે આ 5 ક્રિકેટર્સની પત્નીઓ, કોઈ છે બેંકર તો કોઈ સ્કૂલ પાસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિશે તો લગભગ બધા જ બધું જ જાણતા હશે, મોટાભાગે સોશિયલ મીડિયા પર ક્રિકેટ જગતની ખબરો ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. જેમાં મોટાભાગે ભારતના અંતર્ગત થનારા મેચ સાથે સંબંધિત હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો લોકો જાણતા હશે કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીની જેમ તેમની પત્નીઓ પણ સ્ટાર્સથી ઓછી નથી.

Image Source

ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવવાના કારણે ક્રિકેટર્સ ખૂબ જ ઓછું શિક્ષણ લઇ શકે છે, કારણ કે તેઓ પોતાનો બધો જ સમય ક્રિકેટન આપી દે છે. એવામાં ઘણા ભારતીય ક્રિકેટર્સ એવા પણ છે કે જેઓએ હજુ સુધી ગ્રેજ્યુએશન પણ નથી કર્યું, પરંતુ શું તમે વિચાર્યું છે કે તેમની પત્નીઓ કેટલું ભણેલી છે?

ભારતીય ક્રિકેટ ખેલાડીઓની પત્નીઓ પણ મોટાભાગે ચર્ચામાં રહેતી હોય છે. આજે અમે તમને આ 5 ક્રિકેટરોની પત્નીઓ વિશે જણાવીશું કે આખરે તેઓ કેટલું ભણેલી છે અને હાલ તેઓ શું કરી રહી છે.

Image Source

હરભજન સિંહની પત્ની ગીતા બસરાને તો બધા જાણે જ છે. બૉલીવુડ એક્ટ્રેસ ગીતાએ પોતાનો અભ્યાસ લંડનથી પૂર્ણ કર્યો છે. પછી તેણે કિશોર નામિત કપૂર એક્ટિંગ સ્કૂલથી આગળનો અભ્યાસ કર્યો હતો.

Image Source

યુવરાજ સિંહની પત્ની હેજલે બૉલીવુડની અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. લંડનની રહેનારી હેજલે લંડનથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જણાવી દઈએ કે હેજલે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. એક્ટિંગનો શોખ હોવાને લીધે તે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકી ન હતી.

Image Source

ભારતીય ટિમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઔરંગાબાદથી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. કલકતાની તાજ હોટેલમાં કામ કરવાના દરમિયાન તેની મુલાકાત ધોની સાથે થઇ હતી.

Image Source

ભારતીય ટિમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને આજે પૂરો દેશ જાણે છે. જણાવી દઈએ કે અનુષ્કાએ ઇકોનોમિક્સથી માસ્ટર ઓફ આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

Image Source

પ્રિયંકા રૈના ભારતીય ટિમના મધ્ય ક્રમના બલ્લેબાજ સુરેશ રૈનાની પત્ની છે. તેણે ગાજિયાબાદની એન્જીનીયરીંગ કોલેજથી બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે એક સોફ્ટવેર એન્જીનીયર અને બેંકર પણ રહી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks