અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

જાણો એવી 5 અફલાતૂન ચીજો વિશે, જે માત્ર જાપાનમાં જ શક્ય છે! જાપાનીઓના જબરા નુસ્ખા

દુનિયા હવે ધીરેધીરે અલ્ટ્રા મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માનવજાતની વિકાસરેખાને વધુ સુરેખ બનાવી રહી છે. ટેક્નોલોજીની વાત કરવામાં આવે એટલે સૌથી પહેલાં જાપાન યાદ આવે એ સ્વાભાવિક છે. બીજાં વિશ્વયુધ્ધને અંતે અમેરિકાએ જાપાનનાં બે શહેરો પણ અણુબોમ્બ નાખીને જે રાક્ષસી કૃત્ય કર્યું એમાં આખું જાપાન વિનાશના ઉંબરે આવીને ઊભું હતું. દુનિયાને લાગતું હતું, કે હવે જાપાનનો દિ’ આથમી ગયો પણ ખરેખર થયું એથી એકદમ ઊલટું! જાપાને પોતાની મહેનત અને લગનથી હરણફાળ ભરી અને આજે ટેક્નોલોજીમાં તે સૌથી આગળ છે.

અહીં આપણે વાત કરવી છે જાપાનીઓના કેટલાંક એવા નુસ્ખાની, જેને જાણીને તમને થશે કે આવી વસ્તુઓ તો જાપાનીઓ જ બનાવી શકે! અહીં કોઈ રોકેટ સાયન્સની નહી, પણ સામાન્ય જીવનમાં વપરાશમાં લેવાતી એવી વસ્તુઓ વિશે જણાવીશું જે બનાવવાનો આઇડિયા માત્ર જાપાનીઓને જ આવી શકે.

(1) વેન્ડીંગ મશીન —

Image Source

વેન્ડીંગ મશીનની કાર્યપધ્ધતિ એટીએમ જેવી જ હોય છે. અલબત્ત, અહીં તમે પૈસા નાખીને તમારી જરૂરિયાત મુજબ વેન્ડીંગ મશીનમાંથી ચિપ્સ, વેફર કે કોલ્ડ્રીંક્સ લઈ શકો. ભારતમાં વેન્ડીંગ મશીનો છે પણ એ મોટેભાગે એરપોર્ટ જેવા એરિયામાં હોય. તેનો ઉપયોગ પણ ઉપર જણાવી તેવી વસ્તુઓ પૂરતો સીમિત હોય.

પણ જાપાનીઓની વેન્ડીંગ મશીનો બહુમુખી પ્રતિભા ધરાવતી હોય છે. આ મશીનોમાંથી તમે માત્ર કોલ્ડ્રીંક્સ કે ચિપ્સ નહી; પણ પિત્ઝા-બર્ગરથી માંડીને ફળો, શાકભાજી, બુટ, ગળાંની ટાઇ, કોલગેટ વગેરે જેવી ઘરવપરાશની અનેક ચીજો લઈ શકો છો. મશીનમાં રૂપિયા નાખવાના અને અંદરથી તમારી જરૂરિયાતની ચીજો હાજર!

(2) વ્યક્તિની સાઇઝના માપમાં ખૂલનારા દરવાજા —

Image Source

લિફ્ટના ઓટોમેટિક ખૂલતા દરવાજાઓથી લઈને હોલિવૂડ મૂવીઓમાં કોઈ ખાસ મથક પર આવેલા કલ્પનાના ઘોડા દોડાવીને બનાવેલા જબરદસ્ત દરવાજાઓ તમે જોયા હશે. જાપાનીઓ આ બાબતમાં બધાને આંટી ગયા છે. ઇન્ફ્રારેડ સેન્સર પર કામ કરનારા તેમના દરવાજા એવા છે, જે વ્યક્તિ જેટલી સાઇઝની હોય એવી રીતે જ ખુલે! મતલબ, કોઈ માણસ અંદર આવવા માગે તો એના આકારનો દરવાજો થઈ જાય. આ પ્રકારના દરવાજાને ‘E – TAF Automatic Door’ કહેવાય છે.

(3) ઇલેક્ટ્રીક કાર્પેટ —

Image Source

ઘરનું ભોયતળીયું શિયાળામાં બહુ ઠંડું ના થઈ જાય એ માટે આપણે કાર્પેટ પાથરતા હોઈએ છે. પણ આપણે જોયેલું છે, કે એ કાર્પેટને ધોવા ટાણે એમાં પડેલા ડાઘ જતા જ નથી. જાપાનીઓ પાસે આનો પણ ઈલાજ છે. તેઓએ વિજળીનો વપરાશ કરતી ઇલેક્ટ્રીક કાર્પેટ શોધી કાઢી છે. શિયાળામાં વાતાવરણ ઠંડું હોવાને પરિણામે ફર્શ ઠંડી થઈ જાય ત્યારે વિજળીની મદદથી આ કાર્પેટ ગરમ થાય છે અને ફર્શને હૂંફાળી રાખે છે. વળી, વધારે ઉપયોગી બાબત એ છે કે આ કાર્પેટ વોટરપ્રૂફ છે અને એમાં પડેલા કોઈ પણ પ્રકારના ડાઘ એકદમ આસાનીથી દૂર થાય છે.

(4) વગર પાણીએ ધોવાતાં કપડાં —

Image Source

ઉપરનું લેબલ જોઈને આશ્વર્ય તો થશે પણ હવેના જમાનામાં એ કંઈ નવું નથી. જાપાનીઓ જે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે તેમાં પાણીથી કપડાં નથી ધોવાતા. આ ડ્રાય ક્લીનર મશીનોમાં એવાં રસાયણો રહેલાં હોય છે જે કપડાંને એકદમ ચકાચક બનાવવાની સાથે તેમાં રહેલા બેક્ટેરિયાને પણ ધોઈ કાઢે. સ્વાભાવિક છે, કે આ મશીનોમાં ધોવાતા કપડાંને વળગણીએ ટાંગવાની ઝંઝટ રહેતી નથી!

(5) ડ્રમ જેવું કી-બોર્ડ —

Image Source

જાપાનની ‘ગૂગલ ઇન્પુટ ટીમ’ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કી-બોર્ડ પરંપરાગત કી-બોર્ડથી અલગ છે. અહીં ટાઇપ કરતા તમને કોઈ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રમ વગાડતા વાદક જેવી ફિલીંગ આવે! કેમ કે, કી-બોર્ડની રચના એ પ્રકારે થયેલી છે. આ ગોળાકાર કી-બોર્ડ શરૂઆતી તબક્કે તો માત્ર જાપાની ભાષામાં ઉપલબ્ધ છે. જાણકારોના કહેવા પ્રમાણે, આ પ્રકારના કી-બોર્ડથી સ્પીડ વધે એમ છે.

[ આશા છે કે ઇન્ફોર્મેશનથી ભરેલી આ માહિતી તમને ગમી હશે. આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો. વાંચતા રહેજો ગુજ્જુરોક્સ! ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks