અજબગજબ જાણવા જેવું

જાણો જાપાન દેશની અજબ-ગજબ 10 આદતો, તદ્દન ચોંકાવનારી…

તમે મોટાભાગે લોકોને કહેતા સાંભળ્યું હશે કે, ભારતીય સૌથી અલગ હોય છે. જો કે આ વાત સત્ય પણ છે. આટલું માત્ર આપળેજ નહિ પણ વિદેશીઓનું પણ આવુજ કઈક માનવું છે.

પણ અમુક બીજા દેશો પણ એવા છે જ્યાંની રહેણી-કરણી અને સંસ્કૃતિ એકદમ અલગ છે. અમે વાત કરી રહ્યા છીએ દેશ જાપાનની. જાપાનની છબી હંમેશાથી ખુબ અનુશાસીત અને એક વ્યવસ્થિત દેશની રહી છે. તેમાં મોટો હાથતો અહીનું રહન-સહન અને નિયમ કાયાદાઓનો છે. અમુક નિયમ વાસ્તવમાં એવા છે જેને પહેલી વાર જોતા હર કોઈને અજીબ લાગશે. જો કે જાપાની તેઓની આ આદતોને સામાન્ય માને છે.

1). કઈક આવી રીતે આપવામાં આવે છે બીઝનેસ કાર્ડ:

જાપાનમાં જો તમે કોઈની સાથે તમારું બીઝનેસ કાર્ડ એક્સચેંજ કરી રહ્યા છો તમારે ખુબ સાવધાની રાખવી જરૂરી છે. જાપાનમાં તેને ખુબ ગંભીરતાથી નોટીસ કરવામાં આવે છે. જાણો આ બીઝનેસકાર્ડની રીત…

Image Source

1. કાર્ડ આપવાના સમયે બન્ને હાથોનો ઉપયોગ કરવો.

2. કાર્ડ આગળ વધારતા એ વાતની ખાસ ધ્યાન રાખવું કે સામેવાળા ને કાર્ડ સીધુજ નજરમાં આવી જાય.

3. જો તમે સામેવાળા કરતા આર્થીક રીતે નાના છો તો તમારું કાર્ડ તેના કાર્ડની નીચેના ભાગમાં જ રાખો.

4. કાર્ડ લીધા પછી તરત જ તેને વાંચવા માટે અમુક સેકન્ડ વિતાવો.

5. કાર્ડ જોયા બાદ તરતજ તેને કાર્ડ હોલ્ડરમાં મૂકી દો, ન કે પોતાના ખિસ્સામાં.

2). લીફ્ટમાં સૌથી પહેલા જવાથી કરવું પડે છે આ કામ:

Image Source

લીફ્ટમાં સૌથી પહેલા જવા માટે તમારે લીફ્ટ ઇન્ચાર્જની ભૂમિકા નિભાવી પડે છે. જો તમે લીફ્ટમાં પ્રવેશ કરનારા પહેલા વ્યક્તિ છો તો લીફ્ટમાં કંટ્રોલ પૈનલની પાસે ઉભું રહેવું પડે છે. દરેકને આવવા સુધી લીફ્ટ ખુલી રાખવાની જવાબદારી પણ તમારી જ રહેશે. તેવું તમારે દરેક ફ્લોર પર કરવાનું રહેશે. સાથે જ લીફ્ટમાંથી છેલ્લે નીકળવાવાળા વ્યક્તિ પણ તમે જ હશો.

3). જાપાનની મેટ્રોમાં એક રૂપ આવું પણ:

Image Source

જાપાનમાં સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનોમાં ઓફીસ સમય દરમિયાન કઈક આવો નજારો જોવા મળે છે. તમને જાણીને હેરાની થશે પણ જાપાનીઓ માટે આ એક સામાન્ય વાત છે. જેવી રીતે મુંબઈ માટે લોકલ ટ્રેઈનની ભીડ એક સામાન્ય વાત છે. અહી વધુ ભીડ હોવા પર સ્ટેશન સ્ટાફ લોકોને ટ્રેઈનની અંદર ધક્કો મારીને દરવાજો બંધ કરવામાં મદદ કરતા જોવા મળે છે.

4). મળવા પર ટચ કરવાથી:

જ્યારે તમે કોઈને મળો છો તો મોટા ભાગે હાથ મિલાવતા કે ગળે મળતા અભિવાદન કરે છે. પણ જાપાનમાં આવું કરવું માન્ય ગણવામાં આવે છે. અહી કોઈને પણ ટચ કરવું અશિષ્ટાચાર માનવામાં આવે છે.

5). પૈસાની બાબતમાં છે શરમાળ:

Image Source

જાપાની પોતાના પૈસા અન્યની સામે બતાવવાનું પસંદ નથી કરતા. માટે અહી પૈસાની લેવળ-દેવળ માટે અલગ-અલગ પ્રકારના કવરનું ચલણ છે. ઉપર તસ્વીરમાં તમને અલગ-અલગ પ્રસંગ માટેના કવર જોવા મળશે. સાથે જ સુપર માર્કેટમાં બીલ ભરવાના સમયે પણ પૈસા સીધા કેશિયરના હાથમાં નહિ પણ કોઈન બકેટમાં આપવામાં આવે છે.

6). કઈક આવી રીતે બેસે છે જાપાની:

Image Source

જાપાનીઓમાં સૌથી વધુ આકર્ષિત કરતી વસ્તુ છે તો, તેઓની બેસવાની રીત. પોતાની બન્ને પગને જાંઘોની તરફ નીચે તરફ વાળીને બેસવાની આ અનોખી રીતને ‘seiza’ કહેવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે તેઓ કોઈ તકલીફ વગર આરામથી કલાકો સુધી બેસી શકે છે. દરેક માટે આ રીતે બેસવું સંભવ નથી. જાપાની તો આ રીતે બેસી શકે છે પણ તમારા માટે કદાચ આ અસંભવ રહેશે. જો તમને આ વાત આસાન લાગે છે તો એક વાર ટ્રાઈ જરૂર કરો.

7). માન આપવા માટે કઈક આવી રીતે અપનાવે છે:

Image Source

આ દેશમાં નીચે જુકીને ગ્રીટ કરવાનું અલગજ મહત્વ છે. કોઈને સન્માન આપવું હોય કે માંફી માંગવી હોય તો આ રીતને ફોલો કરવામાં આવે છે. તમને કદાચ જાણ નહિ હોય પણ આ રીતે જુક્વાનું અલગ મહત્વ છે.

1. 15 ડીગ્રીમાં જુકવું: સામાન્ય અભિવાદન.

2. 30 ડીગ્રી સુધી જુકવું: સન્માન સાથે ટીચર કે બોસ સામે જુકવું.

3. 45 ડીગ્રી માં જુકવું: રાજાની સામે કે માફી માંગવાના સમયે.

8). આ છે, ‘બેગીંગ બો’:

Image Source

જો તમે કઈક વધુ પડતી જ મોટી ભૂલ કરી છે તો, આ રીતે જુકીને માફી માગવી પડે છે. જેને ‘બેગીંગ બો’ કહેવામાં આવે છે.

9). આવી રીતે કરે છે અન્યને સંબોધિત:

જાપાનમાં લોકોને અન્યને સંબોધિત કરવાની રીત પણ કઈક અલગ છે. અહી માત્ર નામથી જ કોઈને સંબોધિત કરવામાં નથી આવતું. નામની સાથે સાથે અમુક શબ્દ પણ જોડવામાં આવે છે. જે સામેવાળા વ્યક્તિ પર આધારિત છે.

સંબોધિત કરવામાં આવેલા સામાન્ય શબ્દ:

Image Source

1. ‘-kun’ – સામાન્ય નામ ‘મિત્ર’ છે.

2. ‘-chan’ – સામાન્ય નામ બાળકો, મહિલા સદસ્ય, પ્રેમી, કે ખાસ દોસ્ત માટે.

3. ‘-sama’ – સામાન્ય શબ્દ સન્માન આપવા માટે વપરાય છે.

4. ‘-shi’ – સામાન્ય શબ્દ શિસ્ટતાપૂર્વક લખવા માટે વપરાય છે.

10). ગેમ્બ્લીંગ માટે ખાસ નિયમ:

Image Source

જાપાનમાં ગેમ્બ્લીંગના સમયે અસલી પૈસાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે કસીનોમાં ચિપ્સની સાથે ગેમ્બ્લીંગ રમત પણ જીતી શકો છો. પણ અફસોસ આ ચીપ્સને અસલી પૈસામાં બદલી નથી શકાતું.

આ સિવાય પણ બીજી ગજબ માન્યતા અને નિયમો છે જાપાનમાં –

કાળી બિલાડી વિશે અહીંના લોકોનું માનવું છે કે આ તેમના માટે સારું નસીબ લઈને આવે છે.

જો કોઈ વ્યક્તિ જાપાનમાં ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી લે છે તો તેમના સંબંધીઓએ યાત્રામાં અડચણ નાખવા માટે દંડ ભરવો પડે છે.

જાપાનની ઓફિસોમાં કામ દરમ્યાન ઊંઘવું સ્વીકાર્ય છે કારણ કે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ વધુ કામ કરવાને કારણે થાકી ગયો છે અથવા બ્રેક લઇ રહ્યો છે. અહીં નોંધનીય છે કે જાપાની લોકોને વિશ્વમાં સૌથી વધુ મહેનતુ માનવામાં આવે છે.

Image Source

જાપાનમાં 70 ટકા વિસ્તારમાં પહાડ છે અને અહીં 200થી વધુ જ્વાળામુખી પણ છે. જણાવી દઈએ કે ટાઇટેનિક દુર્ઘટનામાં બચેલા જાપાનીઓને તેમના દેશવાળાઓએ ડરપોક કહેવાનું શરુ કરી દીધું હતું, કારણ કે તેઓ બીજા યાત્રીઓની જેમ મર્યા નહીં.

જાપાની ટ્રેન વિશ્વની એવી ટ્રેન્સમાંથી એક છે કે જે સૌથી વધુ સમયસર ચાલે છે. અહીં ટ્રેન સરેરાશ માત્ર ૧૮ સેકન્ડ જ મોડી પડે છે. વર્ષ 2015 સુધી જાપાનમાં મોડી રાત સુધી નાચવું ગેરકાયદેસર હતું.

Image Source

જાપાનમાં Metabo Law અનુસાર, 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષોની કમર 33.5 ઇંચથી વધુ અને સ્ત્રીઓની કમર 35.4 ઇંચથી વધુ હોવી જોઈએ નહિ. આ માપદંડ અહીંના સરકારી કર્મચારીઓની સ્થૂળતા માપવા માટે રાખવામાં આવી છે. જો કે આ માપદંડથી વધુ હોવા પર કોઈ પ્રકારનો દંડ નથી લાગતો પણ તેમને ફિટ રહેવા માટે ટિપ્સ આવામાં આવે છે. એટલે ક્યારેય ન ભૂલો કે જાપાનમાં જાડા હોવું ગેરકાયદેસર છે.

આ સિવાય જાપાનની શાળાઓમાં પણ અજબ-ગજબ નિયમો છે. અહીં બાળકો માટે ખૂબ જ કડક કાયદાઓ-નિયમો બનાવવામાં આવ્યા છે. જાપાનમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડેટ પર જઈ શકતા નથી. તેઓ કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખી શકતા નથી. કહેવાય છે કે આનાથી બાળકોના અભ્યાસ પર ખરાબ અસર થાય છે.

Image Source

શાળાના વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો જરાક પણ ઉપયોગ નથી કરી શકતા. વિદ્યાર્થીઓ શાળાના પરિસરની બહાર પણ સ્કૂલ પાર્કિંગના ગેટની બહાર પણ મોબાઈલ વાપરી શકતા નથી. એક નિયમ એવો પણ છે કે વિદ્યાર્થીનીઓ મેકઅપ, નેલપોલિશ અને આઈબ્રો પણ નથી કરાવી શકતી, અને શાળામાં કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ઘરેણા પહેરી નથી શકતા.

Image Source

જો કોઈ વિદ્યાર્થી 1 મહિનામાં 5 દિવસથી વધુ મોડા આવે તો તેમને આખા મહિના માટે શાળાની સફાઈ કરવી પડે છે. શાળામાં દરેક વિદ્યાર્થીએ સ્વિમિંગ શીખવી પડે છે. આ જ કારણ છે કે અહીં દરેક શાળામાં સ્વિમિંગ પૂલ છે.
અહીં વિદ્યાર્થીઓ પોતાના યુનિફોર્મ સાથે કોઈ છેડછાડ નથી કરતા અને અહીં 5 અઠવાડિયા માટે જ ઉનાળુ વેકેશન હોય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.