જ્યાં ભક્ત છે ત્યાં શ્રધ્ધા છે જ્યાં શ્રદ્ધા છે ત્યાં આશા છે. જ્યાં આશા છે ,ત્યાં આશાઓ પુરી કરનાર આશાપુરી માતા છે. આશાપુરા માતાજીઆશાપુરા માતાનું મંદિર ગુજરાતના કચ્છમાં આવેલું છે.આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી એ પણ પોતાની ચૂંટણીની રેલી માતાના આશીર્વાદ થી શરૂ કરી હતી.
આધ્યાત્મિક મહત્વ
ઘણા બધા કુળ ના કુળદેવી તરીકે માતા આશાપુરા ની પૂજા કરવામાં આવે છે. એમાં મુખ્યત્વે નવાનગર રાજકોટ મોરબી ગોંડલ અને બારૈયા રાજ્યના જે રાજા હતા, ચૌહાણ જાડેજા અને રાજપૂત વંશ પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક માતાજીને પૂજે છે.
કહેવાય છે કે ચૌહાણ વંશના રાજા, રાજ્યની સ્થાપના પછી શાકંભરી દેવી ને પોતાના કુળદેવી માને છે. ચૌહાણ વંશના રાજ્યશાસન દરમિયાન ચૌહાણએ મા આદ્યશક્તિની રૂપમાં સ્વીકાર કરી શક્તિના રૂપમાં પૂજા શરૂ કરી દીધી. જ્યારે માતાના આશીર્વાદ થી બધાની મનોકામના પૂરી થવા લાગી આશાઓ પુરી થવા લાગી તો લોકોએ તેમને આશાપુરા માતાનું નામ સંબોધન કર્યું. આથી માતા શાકંભરી, આશાપુરા માતાના નામથી પ્રખ્યાત થયા અને સમય જતાં, ચૌહાણ વંશના લોકો આશાપુરા માતાને તેમના કુળદેવી માને છે.
ભૌગોલીક મહત્વ
આ જગ્યા આશાપુરા માતાના મઢ તરીકે પણ ઓળખાય છે. આશાપુરા માતાનું મંદિર ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આવેલું છે પણ મુખ્ય મંદિર કચ્છ કચ્છમાં આશાપુરા માતાનામઢ તરીકે ઓળખાય છે.
નવરાત્રિ વખતે અહીં મેળો હોય છે. અલગ-અલગ શહેરોમાંથી લોકો પગપાળા દર્શન માટે અહીં આવે છે. નવરાત્રિ વખતે અહીં એક લાખ જેટલા લોકો દર્શન કરવા માટે આવે છે.
મુખ્ય રસ્તાથી મંદિર દસ મિનિટના અંતરે છે. માતાજીના મંદિરના દર્શન કર્યા પછી , પ્રાઇવેટ વાહન લઈને લખપત વિલેજ અને નારાયણ સરોવર તથા કોટેશ્વર મહાદેવના દર્શન કરી શકાય છે.
મંદિર સુધી પહોંચવાનો માર્ગ..
તમારા સ્થાનેથી કચ્છ પહોંચીને, રસ્તાના માર્ગ દ્વારા મંદિરે પહોંચી શકાય છે.
જય માતાજી.
અમારી બધાની આશાઓ અને મનોકામના પૂરી કરનાર આશાપુરા માતા ને કોટી કોટી વંદન.
લેખક – નિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks