રસોઈ

જાણો ફાલુદા બનાવની રેસીપી..ગરમીની મૌસમમાં રહો ઠંડા ઠંડા Cool Cool – રેસીપી શેર કરો

આજે હું તમારી સમક્ષ શેઈર કરવા માટે ખુબ જ ઉત્સાહી છું. આ મારી સૌથી ફેવરીટ રેસીપી માની એક છે જે ગરમીઓમાં ખુબજ રોમાંચિત અને ટેસ્ટી લાગે છે.

ફાલુદા માટે વપરાતી સેવ કોર્ન ફ્લોર(કોર્ન સ્ટાર્ચ) અને પાણી માંથી બનાવામાં આવે છે. તમે બજાર માંથી રેડીમેડ સેવનું પેકેટ પણ ખરીદી શકો છો. તમે જોઈ શકો છો કે આ સેવ પીળા રંગની છે. આજે હું તમારી સમક્ષ ગરમીની આ મોસમમાં ફાલુદા રેસીપી શેઈર કરવા જઈ રહ્યા છીએ.

ફાલુદા બનાવા માટેની સામ્રગી:

2 ટી સ્પુન સબ્જાના બીજ(તકમરિયા ના બીજ), 1 1/2 કપ દૂધ, 2 ટેબલ સ્પુન શુગર, 1/3 કપ ફાલુદા સેવ, 2 ટેબલ સ્પુન ગુલાબનું શરબત(રોઝ સીરપ), 2 સ્કૂપ આઇસક્રીમ, થોડા પીસ્તા બારીકા કટ કરેલા, ગુલાબની પાંખડીઓ.

ફાલુદા બનાવા માટેની તૈયારીઓ:

તકમરિયાના દાણાને 30 મિનીટ સુધી પાણીમાં પલાળીને રાખો. બાદમાં ચાણણીની મદદ વડે વધારાનું પાણી નીકાળી દો.
2. તે સમય દૌરાન એક તપેલામાં દૂધ લો, જેમાં ખાંડ નાખો. ગેસની આંચને મધ્યમ રાખો અને તેમાં એક ઉબાલ આવવા દો.

3. બાદમાં તેને 5-7 મિનીટ સુધી ઉકાળવા દો અને વચ્ચે વચ્ચે તેને ચમચાની મદદથી ચલાવતા રહો. બાદમાં ગેસ બંધ કરી દો.

4. દૂધને થોડા ઠંડા થયા બાદ માં ફ્રીજમાં રાખો જેથી એકદમ ઠંડુ થઇ જાય. જેથી દુધ થોડું ગાઢું પણ બની જાશે.

ફાલુદા સેવ બનાવાની વિધિ:

એક તપેલામાં પાણી લો અમે તેને ઉકાળો.
2. જ્યારે તેમાં ઉબાલ આવી જાય તો તેમાં ફાલુદા સેવ નાખીને 4-5 મિનીટ સુધી પકાવો.

3. બાદમાં તરત જ પાણી માંથી નીકાળી લો અને ઠંડા પાણીના નળ નીચે વોશ કરી લો.

4. હવે તેને કાતર કે ચપ્પુની મદદથી નાના-નાના ટુકડા કરી લો.

ફાલુદા બનવાની વિધિ:

બે ગ્લાસ લો તેમાં 1-2 ચમચી ભીગોવેલા તકમરિયા નાખો.
2. તેના બાદ તેમાં ફાલુદા સેવ ઉમેરો.

3. હવે દરેક એક ગ્લાસમાં 1 ટેબલ સ્પુન ગુલાબનું શરબત ઉમેરો.

4. બાદમાં તેને ઠંડુ દૂધ ઉમેરો. અમુક તકમરિયા ઉપર તરવા લાગશે.

5. હવે તેમાં 1 સ્પુન આઈસક્રીમ ઉમેરો.

6. છેલ્લે પીસ્તા અને ગુલાબની પાંખડીઓને ઉપર સજાવો.

7. અને હવે ફાલુદાને તરત જ સર્વ કરો.

આ રીતે બનાવો મજેદાર ઠંડાઈ દિલ ખુશ થઇ જશે

બદામની ઠંડાઈ પીવાની મજા જ કઇક અલગ હોય છે, અને ઠંડાઈ સ્વાદિષ્ટ બને, તેના માટે તેની સાચી રેસીપી ની પણ જાણ હોવી જરૂરી છે. આજે અમે તમારા માટે ખાસ ઠંડાઈની રેસીપી લઈને આવ્યા છે, જે તમારા તહેવારને વધુ ઉત્સાહિત બનાવી દેશે.

ઠંડાઈ માટેની સામગ્રી:

ઉકાળીને ઠંડુ કરેલું દૂધ, 1/4 કપ પાઉડર શુગર, કેસર, ગુલાબજળ, 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, 1/4 કપ પીસ્તા, 2 મોટી ચમચી ખસ-ખસ, 2 મોટી ચમચી સૌફ, 2 મોટી ચમચી તરબૂચ ના બીજ, અ ચમચી એલચી, 20 કાળી મિર્ચ ક્રશ કરેલી, 3-4 ગુલાબની સુલાયેલી પાખડી.

ઠંડાઈ બનાવા માટેની રેસીપી:

મિલ્ક ને એક મોટા વાસણમાં નાખો અને તેના શુગર મિલાવીને ઠંડુ થવા માટે 2 કલાક ફ્રીજમાં મૂકી દો. તેમાં ઉપર જણાવેલા ડ્રાઈફ્રુટને પીસીને તેમે મિક્ષ કરો અને ફ્રીજમાં મુકો. કેસરના ધાગાઓને તવા પર હલકું શેકી લો. અને નાના બાઉલમાં હલકું ગરમપાની લઈને તેમાં કેસરના ધાગાને પલાળો. બાદમાં મિલ્ક ઠંડુ થયા બાદ તેમાં આ કેસર મિક્ષ કરી દો. થઇ ગઈ તમારી ઠંડાઈ તૈયાર….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks