અજબગજબ જાણવા જેવું

જાણો 9 મહિના માતાના ગર્ભમાં આખરે બાળક શું કરતું હોય છે, જાણો આ 7 હકીકત

પહેલી વાર માં બનવું ખુદ માટે ખુબ ખુશીની પળ હોય છે. આ દુનિયામાં એક નવા જીવને લાવવો અને પોતાના ગર્ભમાં નાના જીવને પાળવાનો અહેસાસ શબ્દોમાં વર્ણવી ન શકાય. ઘણી મહિલાઓનેએ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેનું બાળક ગર્ભમાં શું કરી રહ્યું છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ ઘણી મહિલાઓ ગર્ભાવસ્થાના ત્રણ મહિના સુધી સાવ સંભાળ જ નથી રાખતી। આ સમય જ સૌથી મહત્વપૂર્ણ હોય છે.આ સમય દરમિયાન જ ગર્ભમાં ભૃણનો વિકાસ થાય છે. આ સમય દરમિયાન આપણું શરીર ઘણા શારીરિક અને હોર્મોન્સના બદલાવનો સામનો કરે છે.આ સમય દરમિયાનઆ બદલાવ મહિલાઓ માટે બિલકુલ નવા જ હોય છે.આ સમયમાં માનસિક રૂપથી ચિડચિડાપણું સ્વભાવ થાય છે.

Image Source

એટલા માટે અમે આવી માતાઓ માટે એક ખાસ જાણકારી લાવ્યા છીએ કે આખરે માતાના ગર્ભમાં બાળક શું કરી રહ્યું હોય છે. રિસર્ચની જાણકારી આધારે બાળક માત્ર આંગળીઓ, પગ અને અંગોને ચલાવાનું શીખે છે સાથે જ તે સપનાઓ પણ જોવે છે અને આંગળાઇઓ પણ લે છે. અંગુઠો પણ ચુસે છે અને એવી અન્ય ઘણી એવી ચીજો કરતુ હોય છે જેને જાણીને તમેને નવાઈ લાગશે.

જો તમે અલ્ટ્રા સાઉન્ડ  દરમિયાન નજીકથી જોશો તો તમે ગર્ભની અંદર તમે તામારા નાના બાળકને જોઈ શકો છો. ઘણી વાર બાળક લગાતાર ફરતું રહે છે અને પેટમાં લાત પણ મારતું હોય છે.

જો તમે પહેલી વાર માં બનવા જઈ રહી છો તો જાણીલો આ ખાસ બાબતો…

ગર્ભમાં રડવું:

એ જાણીને તમારું દિલ તૂટી શકે છે. પણ અલટ્રાંસાઉન્ડ દ્વારા એ વાત સામે આવી છે કે બાળક ગર્ભની અંદર રડતું પણ હોય છે.

Image Source

ગર્ભમાં બોન્ડિંગ:

જો તમે જુડવા બાળકોની માં બનવા જઈ રહ્યા છો તો ગર્ભની અંદર બંને બાળકોની બોન્ડિંગ થઇ જશે. જો કે આ બોન્ડિંગ માતાની સાથે પણ હોય છે. ગર્ભાવસ્થાના છેલ્લા 10 અઠવાડિયામાં બાળક પોતાની માં નો અવાજ પણ સાંભળી શકે છે.

હિંચકીઓ લેવી:

ગર્ભાવસ્થાના પહેલા ચક્ર દરમિયાન શિશુ હિંચકીઓ લેવાનું પણ શરુ કરી છે. જો કે તમને તેનો અહેસાસ નહીં થાય પણ ગર્ભાવસ્થાના છેલ્લા પડાવમાં તમને એ વાતનો અહેસાસ પણ થવા લાગશે. જો તમે ધ્યાન આપશો તો તમને ઘણીવાર બાળક્ની આ હિંચકીઓનો અનુભવ જરૂર થાશે.

Image Source

આંગળાઇ લેવી:

ગર્ભની અંદર બાળક આંગળાઇ પણ લેતું હોય છે. આવું એટલા માટે કેમ કે ગર્ભમાં બાળક સૌથી વધુ સુવે છે અને જ્યારે તે ગર્ભની અંદર ફરે છે તો થાકી જાય છે અને તે આંગળાઇ લેવા લાગે છે.

ગર્ભમાં હસવું:

ગર્ભાવસ્થાના 26 માં અઠવાડિયામાં બાળક ઘણી ચીજો પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગે છે. આ દરમિયાન બાળક હસે પણ છે.

Image Source

ગર્ભમાં આંખો ખોલવી:

ગર્ભાવસ્થાના 28 માં હપ્તામાં બાળક ગર્ભમાં આંખો પણ ખોલતો હોય છે. તે તેજ રોશની પર પ્રતિક્રિયા પણ આપવા લાગે છે. પણ તેમાં ચિંતા કરવાની કોઈ જ વાત નથી.

 ખોરાકનો સ્વાદ લેવો:

માં જે પણ ખાઈ છે તે બાળકને જાય છે. અને એમિનેટેડ ફ્લુઇડ દ્વારા બાળક તેના ફ્લેવરનો સ્વાદ લે છે. કહેવામાં આવે છે કે 15 માં હપ્તામાં ભ્રુણ ને મીઠો સ્વાદ પસંદ આવવા લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks