ફુલવા સીરિયલની આ ચુલબુલી છોકરી હવે થઇ છે ખૂબ જ ગ્લેમરસ અને હોટ, તસવીરો જોઇ તમે પણ રહી જશો હેેરાન

જો બોલિવૂડ સેલેબ્સના ફેન્સને તેમની એક ઝલક મળે તો તેમનો દિવસ ખૂબ જ સુંદર બની જાય છે. ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સના ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન એક ટીવી એક્ટ્રેસનો બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. એટલું જ નહીં પરંતુ અભિનેત્રીના બાળપણની તસવીર જોઈને તમે તેનું નામ જાણી શકશો નહીં. તમને જણાવી દઈએ કે આ છોકરી આજના સમયની લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાંની એક છે. સાથે જ આ છોકરીની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી.

શું તમે સલવાર સૂટમાં આ માસૂમ છોકરીને ઓળખી શકશો? જો તમે તેને ઓળખતા ન હોવ તો તમને જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી જન્નત ઝુબેર રહેમાની છે. આજના સમયમાં જન્નત ઝુબેર ટીવીની મોટી અભિનેત્રીઓમાંની એક છે. આટલું જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે.

જન્નતના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો 39.5 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝુબેર રહેમાનીની લોકપ્રિયતા એટલી છે કે શિલ્પા શેટ્ટી અને સોનુ સૂદે પણ તેની સાથે રીલ બનાવી છે. તમને જણાવી દઈએ કે જન્નત ઝુબેરે 8 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરી હતી. અત્યાર સુધી જન્નત ફુલવા, હાર જીત, તુ આશિકી, કાશી – અબ ના રહે તેરા કાગઝ કોરા અને ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ સહિત અનેક સીરિયલોમાં જોવા ળી. જો કે ઝુબૈર જન્નતે તુ આશિકીમાં પંકતિ શર્માની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી હતી.

અત્યાર સુધી આપણે ટીવી પર ઘણા નાના કલાકારો જોયા છે જેમણે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી બધાને ચોંકાવી દીધા છે. પરંતુ, નાનપણમાં જે નાના સ્ટાર્સ જોતા હતા તે હવે મોટા થઈ ગયા છે. તેમાંથી મોટા ભાગની એટલી સુંદર બની ગઈ છે કે તેઓ ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ જોવા મળશે. આજે અમે તમને ટીવી સિરિયલ “ફુલવા”ની છોટી ફુલવા સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે હવે ઘણી મોટી થઈ ગઈ છે. તમને એ બાળ કલાકાર યાદ હશે જે સીરિયલ ‘ફુલવા’માં જોવા મળી હતી, એ જ છોકરી જેની માસૂમિયતે ઘણા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલમાં તમે જે ફૂલવાને જોતા હતા તે હવે ઘણી મોટી થઇ ઘઇ છે. હવે તે પોતાની ક્યુટનેસથી લાખો લોકોના દિલમાં છે. જન્નત ઝુબેરની આ તસવીરો જોયા પછી કદાચ તમને વિશ્વાસ પણ નહીં થાય કે આ તે જ ફુલવા છે જે થોડા વર્ષો પહેલા સુધી ફુલવા સિરિયલમાં જોવા મળી હતી.જન્નત ઝુબૈરે બાળપણમાં ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેનો પરિવાર વર્ષ 2003માં મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. જન્નત ઝુબેર સિરિયલ ફુલવામાં કામ કરતા પહેલા ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેતી હતી, સિરિયલમાં કામ મળ્યા બાદ તે મુંબઈ આવી ગઈ હતી.

20 વર્ષની જન્નતે 2009માં એક્ટિંગ શરૂ કરી હતી ત્યારે તે માત્ર 8 વર્ષની હતી. નાની ઉંમરમાં જ પોતાના દમદાર અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતી જન્નત ઝુબેર હવે મોટી થઈ ગઈ છે અને તેની એક પછી એક હોટ તસવીરો જોઈને તમે પણ તેની સુંદરતાના વખાણ કરતાં પોતાને રોકી નહીં શકો. તેનું ટ્રાંસફોર્મેશન જોઈને તમે દંગ રહી જશો.

તેણે પોતાની જાતને જબરદસ્ત રીતે તૈયાર કરી છે. જન્નતે ‘દિલ મિલ ગયે’થી ટીવીમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેણે તમન્નાહની ભૂમિકા ભજવી હતી. આ શોમાં કરણ સિંહ ગ્રોવર, જેનિફર વિંગેટ, કરણ વાહી અને દ્રષ્ટિ ધામી પણ હતા. જન્નત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે તેના ફેન્સ માટે તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

જન્નત ઝુબેર છેલ્લા કેટલાક સમયથી ટેલિવિઝનથી દૂર છે પરંતુ તે ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને આલ્બમ સોન્ગમાં જોવા મળે છે. લોકો જન્નત ઝુબૈરના વીડિયોને પણ ખૂબ પસંદ કરે છે અને તેમના પર ઘણો પ્રેમ વરસાવે છે. તેની દરેક પોસ્ટને લાખો લાઈક્સ અને વ્યૂઝ આવે છે.

Shah Jina